ગુજરતી યુવતી અને ફ્રાંસના યુવક વચ્ચે આવી રીતે થયો પ્રેમ અને પછી મહાદેવના મંદીરમા બન્ને એ….
વિધાતા ને લખ્યા કોણ ભૂસે! જી હા , આ કહેવત સાવ સાચી થઈ છે કે “લંકા ની લાડી ને ઘોઘાનો વર” આપણી ભારતીય સંસ્કૃતિ તો “ વશૂન્ધેવ કુટુંબક્મ “ માં પહેલે થી જ માને છે અને એટલેજ પૌરાણિક સમય થી જ આપણા ઈતિહાષ માં એવા કેટલાય જોડા છે જેમાં કોઈ ભારતીય રાજ પુરુષ વિદેશી રાજકુમારી ને પરણીને અથવાતો સ્વયંવર જીતી ને વરી આવ્યો હોય. પણ આજેય આવા જોડા જોવા મળે છે જે દેશી-વિદેશી નું સમન્વય હોય.
આવો જ એક કિસ્સો હાલ બનારસમાં બન્યો કે એક મૂળ ગુજરાતી અમદાવાદની રહેવાસી પણ નોકરી ના કારણે બનારસમાં રહેતી ધરતી એ ફ્રાંસ ના વાતની રોમ નામના યુવક સાથે પ્રભુતા માં પગલાં પાડ્યા .
તો વાત જાણે એમ બની કે એક છેલછબીલો ફ્રાંસનો યુવક નામ એનું ‘રોમ’ , કોઈ કામ સબબ ભારતની મુલાકાતે આવેલ હોય . તે દરમિયાન તેની મુલાકાત એક તેજીલી ગુજરાતણ સાથે સાલ 2019 ના ડિસેમ્બર માહિનામાં થઈ. અને એના જ શબ્દોમાં કહીયે તો , વાતો નો વ્યવહાર શરૂ થયો , અને મૈત્રી ક્યારે પ્રણય બની ગઈ એ બંનેને ખબર જ ન રહી.
અમદાવાદ માં રહી અભ્યાસ કરી બનારસ ની એક હોટલ માં કામ કરતી ધરતી ની મુલાકાત ફ્રાંસ થી ભારત ભ્રમણ કરવા આવેલ રોમ સાથે થઈ મિત્રતા વધતી ચાલી અને બે વર્ષ ડેટિંગ કર્યા બાદ બંને એ પરણી જવાનો નિર્ણય લીધો . અને એ પણ પ્રેમ ના દિવસ તરીકે ઉજવાતા દિવસ વેલાઈન્ટાઈન’સ ડે ના દિવસે એ..ને..કાશીના મરકંડેય શિવ મંદિરમાં મિત્રો અને સ્નેહીયોની હાજરી માં સંપૂર્ણ હિન્દુ ધર્મ વિધિ થી પરણી ગયા.
આમ જોઈએ તો આપણા સમાજ માં જ્યારે એકજ શહેર કે જાત ના હોવા છતાએ , ઘણા એવા યુગલો હોય છે જેને એનો પ્રેમ અધૂરો મૂકી મને કમને જ્યાં પ્રેમ જ નથી એવ પાત્ર સાથે પરણી આખું જીવન એ બોજલ સંબંધ ઢસડવો પડે છે, કારણ માત્ર એકજ કે એ આપણો કે આપણી નથી . અરે ! આપણે એજ દેશ ના વાતની છીએ જે ગાંધર્વ લગ્નો અને સીમાડા પર ના લગ્નો તો આજ થી સદીયો પહેલા કરતો આવ્યો છે.
આપણા તેજીલા યુવાનો થી, આપણી ભવ્ય સંસ્કૃતિ , અને રંગબેરંગી જીવનશૈલી થી કોઈ પરદેશી સ્ત્રી કે પુરુષ આકર્ષાય અને આપણા સમાજ નો હિસ્સો બનવા તલપાપડ થઈ આવે એ જ આપણા માટે ગર્વ ની વાત કહેવાય. આવા કિસ્સા એ વાત ની સાબિતી છે કે દેશ નું યુવા ધન ડોલર જ નહીં ડોલરિયાઓ ને પણ જીતી લાવે એવા પ્રભાવશાળી છે .
