India

વધુ એક યુવક વ્યાજના ચક્ર મા ફસાઈ ગળાફાંસો ખાધો ! સ્યુસાઈડ નોટ મા એવું એવું લખ્યુ કે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં નાણાં નું મહત્વ કેટલું વધી ગયું છે. હાલમાં જીવન જરૂરિયાત ની વસ્તુઓ થી લઈને મોજ શોખની વસ્તુઓ સુધી દરેક વસ્તુ મેળવવા માટે અને જીવન પસાર કરવા માટે નાણાં ખુબજ જરૂરી બની ગયા છે. જો કે ઘણી વખત લોકો પોતાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે ગેરમાર્ગ પર નીકળી પડતા હોઈ છે. આવો ગેરમાર્ગ તે વ્યક્તિ અને અને તેના પરિવાર માટે ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં નાણાં ની જરૂરિયાત સંતોસવા માટે એવા ઘણા લોકો અને એવી ઘણી સંસ્થાઓ છે કે જે નાણાં ઉછીના આપે છે અને તે નાણાં પર વ્યાજ વસુલ કરે છે. પરંતુ કહેવાય છે કે એકવાર વ્યાજે નાણાં લીધીલ વ્યક્તિ વ્યાજના વમળ માંથી બહાર નીકળી શકતો નથી અને તેમજ ફરી ફરી ને અટવાયા કરે છે. જો કે વ્યાજે નાણાં લેવા કોઈ ખોટી વાત નથી પરંતુ આવા નાણાં કોઈ બેન્ક કે વિશ્વનીય સંસ્થા પાસેથી લેવા જોઈએ.

પરંતુ ઘણી વખત વ્યક્તિ ઉતાવળે ખાનગી વ્યક્તિઓ કે જેને શરાફો પણ કહે છે તેમની પાસેથી નાણાં ઉછીના લે છે. આવા વ્યક્તિઓ લોકોની મજબુરીનો ફાયદો ઉપાડી વધુ વ્યાજે નાણાં આપે છે અને જરૂરિયાત મંદ વ્યક્તિ પાસેથી મોટી રકમ પચાવી પડે છે. વળી આવા લોકોની નાણાં પરત મેળવવની નીતિ પણ ઘણી આકરી હોઈ છે. હાલ આવોજ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. કે જ્યાં એક વ્યક્તિએ આવી જ રીતે નાણાં ઉછીના લીધા હતા અને મુદ્દલ અને વ્યાજ પરત કર્યા છતાં પણ જેમની પાસેથી તેમણે નાણાં લીધા હતા તેમના તરફથી સતત મળતી ધમકી અને માનસિક તણાવ ના કારણે આ વ્યક્તિએ આત્મ હત્યા કરી છે. આ બનાવ અંગે ની વિગતો આ મુજબ છે.

મળતી માહિતી અનુસાર મેઘપર બો માં આ બનાવ બન્યો હતો. અહીં એક યુવકે વ્યાજ ખોરોના દબાણ આ કારણે આત્મ હત્યા કરી છે. આ બાબત અંગે મૃતક યુવક ના ભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. જણાવી દઈએ કે આ મૃતક યુવકને નાણાંની જરૂર હતી માટે તેણે અંજારમાં આવેલા બસ સ્ટેશન ની પાસેની આવેલ વ્યાજ વટાવ નું કામ કરતી એક સંસ્થા રોયલ માઈક્રો ફાઇનાન્સ ના રિયા બેન ગોસ્વામી પાસે થી 50 હજાર રૂપિયા 10 ટકા ના વ્યાજે લીધા હતા. જે બાદ તે નિયમિત રીતે ભરવાની થતી રકમ ભરતો હતો.

તેટલામાં લોકડાઉન આવતા હપ્તામાં વિલંબ થવા લાગ્યો. હપ્તા માટે એક ડાયરી પણ હતી. તેવામાં હપ્તામાં થયેલ વિલંબ ના કારણે એક દિવસ રિયા અને તેની બહેન આરતી તેનો ભાઈ તેજસ અને તેમની સાથે કામ કરતા બે લોકો યાસીન અને તેનો ભાઈ સોહીલ આ વ્યક્તિના ઘરે ચાકુ અને ધોકો લઈને પૈસાની ઉઘરાણી માટે ગયા. તેવામાં યાસીન આ મૃતક યુવક અનીશ ને ચાકુ મારવા ગયો જો કે પરિવાર ના લોકો વચ્ચે પડતા ત્યારે મામલો દબાઈ ગયો જે બાદ બીજા દિવસે યાસીનનો ભાઈ સોહીલ ફરી અનિશના ઘરે આવ્યો અને થયેલ ઘટના ભૂલી સમાધાન કરવા કહ્યું. જે બાદ ફરી બધું પહેલા ની જેમ થઇ ગયું અને અનીશ ફરી હપ્તા ભરવા લાગયો.

છેવટે જયારે તેણે બધી રકમ ચૂકવી છતાં દીધી ત્યારે રિયાએ બે ખોટા ચેક જેમાં એક ચેક 6.95 લાખ અને બીજો ચેક 1.5 લાખ નો હતો તે બેંકમાં ભરિયો જે બાઉન્સ થતા અનીશને નોટિસો મોકલવામાં આવી જે બાદ ફરિયાદ કરતા રિયાએ જણાવ્યું કે આવી નોટિસ જીવનભર શરૂ રહેશે. તેવામાં આવા વ્યાજખોર ના ત્રાસ ના કારણે એક દિવસ અનીશે આત્મ હત્યા કરી લીધી.

આત્મ હત્યા સમયે તેણે એક સુસાઇડ નોટ પણ લખી જેમાં આ તમામ લોકો વિશે અને તેમના ધંધાઓ વિશે પણ લખ્યું હતું. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું કે પિતા પર થયેલ હુમલો અને ચેક બાઉન્સ ની નોટિસો ઉપરાંત મળતી ધમકીઓ અને નાણાં ચૂકવી દીધા પછી પણ કરવામાં આવતી હેરાનગતિ સમાજ મા ગયેલ આબરૂ આ તમામ ના કારણે ઘણો આઘાત લાગ્યો છે. તેણે વધુમાં જણાવ્યું કે આ લોકોએ અમુક લોકો પર ખોટા બળાત્કાર ના આરોપ લગાવ્યા છે. ઉપરાંત તેઓ દારૂ નો પણ ધંધો કરે છે. આવા લોકો સમાજ માટે ખતરો છે. અનીશે સુસાઇડ પહેલા એક વીડિયોમાં પણ આ બાબત અંગે માહિતી આપી હતી.

બનાવ અંગે માહિતી મળતા પોલીસે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે. જો કે અનીશ ની આત્મ હત્યા અંગે આ લોકોને અગાઉ જાણ થઇ ગઈ હતી જેના કારણે પોલીસ તમને પકડે તે પહેલા જ આ તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. હાલ પોલીસ દ્વારા આ આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!