મણિરાજ બારોટ વિશે દિકરી રાજલ બારોટ શુ બોલ્યા? જાણો પુરી બાબત
રાજલ બારોટનું નામ સાંભળતાની સાથે જ મણીરાજ બારોટની યાદ આવી જાય છે! ખરેખર ધન્ય છે મણીરાજ બારોટની દીકરી રાજલ ને જેણે પોતાના પિતાના વારસાને સાચવી રાખ્યો છે અને આજે સંગીતની દુનિયાના રાજલ બારોટનું નામ ખૂબ જ મોખરે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સંગીતની દુનિયામાં મણીરાજ બારોટનું નામ ખૂબ જ મોખરે હતું! મણીયારો અને સનેડો સોંગ આજે પણ લોકોના હૈયાનાં અને કાને ગુંજે છે. આજે ભલે મણીરાજ બારોટ જીવંત ન હોય પરંતુ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ પોતાના જીવનમાં તેમની દીકરીઓએ ખૂબ જ સફળતા મેળવી છે.
હાલમાં જ રાજલ બારોટ બીબીસી ન્યૂઝમાં આપેલ ઇન્ટવ્યૂમાં પોતાના પિતા વિશે વાત કહી હતી અને એ પણ જણાવ્યું કે તેમના નિધન પછી તેમની પરિસ્થિતિઓ કેવી થઈ ગઈ અને તેઓ જીવનમાં કંઈ રીતે આગળ આવ્યાં.આ ઇન્ટવ્યૂમાં રાજલ બારોટને જ્યારે પુછવામાં આવ્યું કે, તમારા જીવનમાં જ્યારે આવી પરિસ્થિતિ આવી ત્યાર બાદ તમારું જીવન કેવું રહ્યું, ત્યારે રાજલ બારોટે કહ્યું કે, પિતાજીના નિધન પછી ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને તેમની પાસે જે ગાડી હતી એ વેચી નાખવી પડી હતી અને ખૂબ જ નાની વયે રાજલ પ્રોગામ કરવાનું શરૂ કર્યું અને એવા સમયે તે અનેક ગુજરાતનાં આ ગામોમાં રિક્ષામાં અને બસોમાં બેસી ને પ્રોગ્રામ કરવા જવું પડતું હતું.
એક તરફ સ્કૂલ હોય અને બીજી તરફ ભજન ગાવાનું પણ શરૂ હતું! રાજલ બારોટ માત્ર 200 રૂપિયા પ્રોગ્રામના મળ્યા હતા છતાંય તેને જીવનમાં ક્યારેય હાર ન માની! રાજલ કહ્યું કે, જીવનમાં જે સમય આવ્યો એ ખૂબ જ દુઃખ દાયક હતો ક્યારેક એકલમાં રડી પણ લેતી પરંતુ કયારેય બહેનો સામે નથી રડી અને હા હિંમત કયારેય નથી હારી કારણ કે ખબર જ હતી કે મમ્મી પપ્પા હવે રહ્યા નથી અને જીવનમાં જે પણ કરવાનું છે એ એકલા જ કરવાનું છે અને આ જ સત્ય છે.
એટલે ક્યારેય પાછળ ફરીને ન જોયું અને આખરે એજ આત્મવિશ્વાસ સાથે રાજલ બારોટ જીવનમાં આગળ આવી અને આજે ગુજરાતની લોકપ્રિય સિંગરોમાં તે મોખરે છે.જ્યારે તેમના પિતા વિશે પૂછવામાં આવ્યું કે, એ સમય કેવો હતો જ્યારે તમારા પિતા ઉત્તર ગુજરાત થી સૌરાષ્ટ્રમાં પણ લોકપ્રિય થયા અને ઉત્તર ગુજરાતના ગીતો અહીંયા સુધી ગુજવા લાગ્યા અને જ્યારે મણીરાજ બારોટના પ્રોગામ હોય ત્યારે લોકો ટ્રક ભરાઈ ભરાઈ ને તેમને સાંભળવવા માટે આવતાં હતાં.
રાજલ બારોટ પોતાના પિતા વિશે કહ્યું કે, એ સમય એવો હતો જ્યારે ભજન અને કોઈપણ પ્રોગામ થતો ત્યારે ગાયક કલાકાર નિચે બેસીને ગાતા હતા. એવા સમયના પપ્પાએ ઉભા રહીને ગાવાનું શરૂ કરીને ગાયકીમાં વક નવી શરૂઆત કરીને અને બસ પછી તો આ તેમની ઓળખ બની અને પછી તો તમામ ગાયકો કલાકાર આવી જ રીતે ગાવાનું શરૂ કર્યું! તેમના થકી અનેક લોકોને રોજી રોટી મળી તેમજ લોકોને પણ તેમના ગીતો સાંભળવા ગમતા હતા અને આજે ખરેખર મને ગર્વ થાય છે કે, હું મણીરાજ બારોટની દિકરી છું.