એક બાજુ પરીવારમા દિકરીનો જન્મ થયો અને બીજી બાજુ પરીવાર ઑઆત્રણ સભ્યો અર્થી ઉઠી ! કાળજુ કંપાવે તેવી ઘટના…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમય માં દેશમાં અકસ્માત ને લગતા બનાવો માં ઘણો વધારો જોવા મળ્યો છે. હાલમાં આપણે લગભગ દરરોજ અકસ્માત ને લગતા બનાવો અંગે જોતા અને સાંભળતા હોઈએ છીએ. આપણે જયારે પણ ફોન કે છાપું જોઈએ છીએ કે આપણી નજર આવા એકાદ અકસ્માત પર તો પડેજ છે. તેવામાં અકસ્માત ના કારણે લોકોને ઘણી જાન અને માલ હાનિ સહન કરવી પડે છે. મિત્રો આવા અકસ્માત એક કે બીજી વ્યક્તિની ભૂલ કે ગેર સમાજ ના કારણે સર્જાતા હોઈ છે. જો કે અકસ્માત નું કારણ ગમ્મે તે હોઈ પરંતુ આવા અકસ્માત માં જીવ ગુમાવનાર લોકો ના પરિવાર પર શું વીતતી હશે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ.
આપણે અહીં એક એવા જ અકસ્માત અંગે વાત કરવાની છે કે જેના કારણે એક હસતો પરિવાર તૂટી ગયો આ અકસ્માત એક ગાડી અને એક ટ્ર્ક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માત માં ચાર લોકો ને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. અકસ્માત માં એક જ પરિવાર ના ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. મિત્રો જો વાત આ અકસ્માત અંગે કરીએ તો આ અકસ્માત રાજસ્થાન માં આવેલા રાજસમંદ જીલ્લાના રેલનગર વિસ્તાર માં રહેતા એક પરિવાર સાથે સર્જાયો હતો.
જો વાત અકસ્માત મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં એકજ પરિવાર ના માતા પિતા અને પુત્ર ઉપરાંત એક સંબંધી નું મૃત્યુ થયું છે. જેમના નામ આ પ્રમાણે છે. આ અકસ્માત માં દેવીલાલ અને તેમના પિતા પ્રતાપ ગાડરી અને તેમની માતા સોહની ઉપરાંત એક અન્ય સંબંધી પણ છે. કે જેઓ મૃત્યુ પામ્યા છે. જણાવી દઈએ કે પિતા પ્રતાપ ગાડરી ની તબિયત ખરાબ થતા 10 દિવસ પહેલા પુત્ર દેવીલાલ અને માતા થતા તેમના એક સંબંધી તેમના સારવાર માટે જયપુર ગયા હતા.
તેમના ગયા પછી દેવીલાલ ની પત્નીએ એક બાળકી ને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મના કારણે પરિવાર માં હરખ નો માહોલ હતો. પોતાના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે તે બાબત અંગે માહિતી મળતા પિતા પોતાની પુત્રીને જયારે દાદા દાદી પોતાની પૌત્રી ને જોવા માટે ઘણા આનંદિત હતા. અને સારવાર બાદ ઘરે જવા પણ ઘણા ઉતાવળા થઇ ગયા.
તેવામાં જયારે આ પરિવાર સારવાર બાદ જયપુરથી પરત આવી રહ્યા હતા ત્યારે ભીલવાડા જિલ્લના થાના રાયલા વિસ્તારમાં એક ટ્રકે તેમની ગાડીને ટક્કર મારી હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આ ચારે લોકો ગાડીમાંજ ફસાઈ ગયા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. જે બાદ જ્યાં પરિવાર માં પુત્રીના આગમનથી હરખનો માહોલ હતો ત્યાં એક જ પરિવાર ના ત્રણ લોકોના નિધનને કારણે પરિવાર માં અને આસપાસ ના લોકોમાં શોક નો માહોલ છે.
જયારે એમ્બ્યુલન્સ માં આ ત્રણેય લોકોના શવ તેમના ઘરે લાવવામાં આવ્યા ત્યારે જે મંજર હતો તે ઘણો જ ખોફનાખ હતો. પરિવાર ના ત્રણ લોકોની અંતિમ યાત્રા જયારે ગામમાંથી નીકળી ત્યારે પરિવાર અને ગામના લોકોમાં આંસુ હતા. આ સમય ઘણો જ કરુણ હતો. આમ એક પિતા પોતાની પુત્રીને મળે અને દાદા દાદી પોતાની પૌત્રીને મળે તે પહેલા જ કાળ તેમને ભરખી ગયો
