અમેરીકાથી આવી 12 વર્ષ પહેલા મફત લીધેલી શીંગ ના 25 હજાર ચુકવ્યા ! જાણો આ અજીબ ઘટના વિશે
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના આ સમય માં પૈસો જ બધું છે. પરંતુ આ સત્ય નથી. દરેક વખતે પૈસો જ બધી જગ્યાએ કામ લાગે તેવું જરૂરી નથી. તમામ વસ્તુઓ કરતા માનવતા સર્વોપરી છે. જો કે હાલના સમય માં એવા ઘણા લોકો છે કે જે ફક્ત દેખાડો કરવા માટે માનવતાની મોટી મોટી વાતો કરતા હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ અને આપણા વડીલો પણ કહે છેકે નિઃસ્વાર્થ ભાવથી કરેલી સેવા અને અન્યના જીવનમાં ખુશીઓ લાવવાથી આપણા જીવનમાં પણ ખુશીઓ આવે છે. જો કે કોઈ પણ સેવા કાર્ય નિઃસ્વાર્થ રીતે કરવું જોઈએ. કહેવાય છે કે કર્મ કરો ફળની ચિંતા ના કરો.
પરંતુ આપણે જયારે પણ લોકો ને જોઈએ છીએ ત્યારે આપણને લાલચી અને મતલબી લોકો જ દેખાઈ છે. જો કે બધા લોકો આવા નથી હોતા અમુક લોકો સારા પણ હોઈ છે. હાલના સમય માં લોકો એક બીજાને ખોટા વચનો આપે છે. અને પછી તેનેભૂલી જાય છે. પરંતુ આજે આપણે એવા ભાઈ બહેન વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના 12 વર્ષ જુના વચનને પૂરું કરવા માટે પરત આવ્યા.
મિત્રો અહીં આપણે એક એવા ભાઈ બહેન વિશે વાત કરશું કે જેઓ 12 વર્ષ પછી અમેરિકાથી ભારત એક સીંગ વાળાને પૈસા ચૂકવવા આવ્યા હતા. તો ચાલો આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. મિત્રો આ બનાવ વર્ષ 2010 નો છે.જ્યાં એક ભાઈ બહેન કે જેમના નામ નેમાની પ્રણવ અને સૂચિતા છે. તેઓ પોતાના પિતા મોહન ભાઈ સાથે આંધ્ર પ્રદેશના યુ કોથાપલ્લી ના બીચ પર ફરવા ગયા હતા. પરંતુ તેવા સમયે તેઓ પોતાનું પાકીટ ઘરે ભૂલી ગયા.
બીચ પર ભાઈ બહેનને સીંગ ખાવાનું મન થયું પરંતુ તેમની પાસે પાકીટ નહતું. તેમણે આ વાત સીંગ વેચનાર ગરીબ વ્યક્તિને કરીએ ત્યારે આ વ્યક્તિએ પૈસાની ગણતરી કર્યા વગર બાળકોને સીંગ આપી અને પૈસા પણ ના માગ્યા જે બાદ બીચ પરથી જતા સમયે આ ભાઈએ બહેને તે વ્યક્તિને પૈસા જરૂર આપી જઈશું તેવી ખાતરી આપી.
પરંતુ તે બાદ થોડા જ સમયમાં તેમને અમેરિકા પરત ફરવાનું થયું. ત્યાં જઈને પણ તેમને પોતાનું આ વચન યાદ હતું તેઓ જયારે 12 વર્ષ બાદ ભારત પરત આવ્યા ત્યારે બંને ભાઈ બહેને આ સીંગ વાળા ભાઈ કે જેમનું નામ સ્તૈયા છે. તેમની શોધ શરુ કરી છતાં તે ન મળ્યા પછી તેમને માલુમ પડ્યું કે સ્તૈયા તો ગુજરી ગયા છે. આ વાત જાણી બંને ભાઈ બહેનને ઘણું દુઃખ થયું તેઓ સ્તૈયા જ્યાં રહેતા હતા ત્યાં તેમના પરિવાર પાસે ગયા અને તેમણે સ્તૈયા ના પરિવાર ને 25000 રૂપિયા આપ્યા. આમ આવા બનાવો જોતા લાગે છે. આજે પણ સારા લોકો છે. જ્યાં સ્તૈયા ગરીબ હોવા છતાં પણ પૈસા ની લાલચ નહોતી ત્યારે આ બંને ભાઈ બહેન પણ પોતાનું વચન નિભાવ્યું.
