રાજકોટ ની તરછોડાયેલી બાળકી ને ઈટાલી નો પરીવાર મળ્યો અને દિકરી નુ નામ પણ એવુ રાખ્યુ કે…
આ જગતમાં જે જન્મે છે, તે ત્યાં સુધી આ જગતમાં પોતાનું જીવન વિતાવી શકે છે, જ્યાં સુધી તેનું લેણું દેણું પુરૂ નાં થાય.
આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરીશું જે મોતના દ્વારે થી પાછી આવી અને આજે હવે તેનું જીવન એટલું બદલાવવા જઇ રહ્યું છે કે, તે હવે પોતાના જીવનના બાકીનાં દિવસો હવે ઇટાલીમાં વિતાવશે! તમે રાજકોટની અંબા વિશે તો જાણ્યું જ હશે જેને રાજકોટ પોલીસ કમીશ્નર નામ આપ્યું હતું.
ચાલો ભૂતકાળની આ ઘટના પર એક નજર કરીએ. ફેબ્રુઆરી 2020માં રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે તરછોડાયેલી ‘અંબા’ તીક્ષ્ણ હથિયારના 20 ઘા મારેલી હાલતમાં લોહીલુહાણ મળી આવી હતી. ત્રણ મહિના બાદ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈ હતી. એ વખતે કલેક્ટર, કમિશનરથી લઈને ખુદ તત્કાલીન CM વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે એ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી.કહેવાય છે ને કે જેને રામ રાખે એને કોણ ચાખે? આજે આ અંબાને આખરે માતા પિતા નો પ્રેમ મળશે.અંબાને ઇટાલીના દંપતીએ દત્તક લીધી છે.
છેલ્લા દોઢ વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમમાં રહેતી ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. થોડા સમય પહેલાં તેની દત્તકવિધિ માટે પ્રોસિજર કરવામાં આવી હતી,ઇટાલીના ગુંથર દંપતીએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ટૂંક સમયમાં અંબા ઈટાલી પહોંચશે. અંબાને સ્પેશિયલ કાઠિયાવાડ બાલાશ્રમમાં સ્પેશિયલ દેખરેખની કેટેગરીમાં મૂકવામાં આવી હતી. ખુશીની વાત એ છે કે અગાઉ પણ ગુંથર દંપત્તીએ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે.
આજથી બે વર્ષ પહેલાં શહેરની ભાગોળે ઠેબચડાની સીમમાંથી અંબા મળી હતી. એ વખતે કૂતરાના મુખમાંથી આસપાસના યુવકોએ તેને છોડાવી હતી અને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્રણ માસની સઘન સારવાર બાદ તે સ્વસ્થ થઈ હતી.શરૂઆતના સમયે હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બાળકીનું સોનોગ્રાફી અને સીટી સ્કેન કરાવાતાં તેને લિવર અને ફેફસાંમાં પણ ઇજા હોવાનું ખૂલ્યું હતું.જોકે હજુ સુધી અંબાને તરછોડનાર તેનાં માતા-પિતાની ભાળ મળી નથી.કાઠિયાવાડ બાલાશ્રમમાં અંબાનો સ્પેશિયલ કેટેગરીમાં ઉછેર.
8મી માર્ચ 2020ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અમૃતા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી દીકરી અંબાની મુલાકાત લેવામાં આવી હતી. અંબાને મળ્યા બાદ લેટ્સ પ્રે ફોર અંબામાટે પ્રાર્થના લ કરવા બોર્ડ રાખેલ જેમાં સૌ કોઈ દુઆ કરી હતી. ખરેખર આ દીકરીની જનેતા ની કંઈક મજબૂરી રહી હશે નહીં તો જગતની કંઈ માં પોતાના સંતાન ને આમ તરછોડી મૂકે! ક્યારેક પોતાની ભુલોના કારણે પણ લોકો આવી રીતે પોતાનું પાપ છુપાવવા બાળકોને તરછોડી દેતા હોય છે. અંબા સાથે પણ આવું જ થયું પરંતુ ઈશ્વરે તેનું જીવન કંઈક આવી જ રીતે લખ્યું હશે અને એ જે કરે છે તે સારું જ હોય છે. આજે હવે આ દીકરીને એક નવું જીવન મળશે અને ઇટાલીમાં તેનું જીવન શરૂ થશે.
