Gujarat

અમદાવાદમાં સૌ પ્રથમ શરૂ કરેલ ટમેટાનાં ભજીયાનો સ્વાદ માણવા દૂર દૂર થી લોકો આવે છે, આ જગ્યા પર આજે….

ગુજરાતીઓ એટલે ભજીયા ખાવાના શોખીન! આપણા ગુજરાતીનાં દરેક પ્રસંગ ભજીયા વિના અધૂરા છે. આમ પણ ભજીયા અનેક પ્રકારના આવે છે, ત્યારે આજે આપણે અમદાવાદઃ શહેરમાં બનતા ટમેટાનાં ભજીયા વિશે વાત કરીશું. ખરેખર આ ભજીયા નો સ્વાદ તેમન સંઘર્ષની કહાની રસપ્રદ છે. ચાલો ત્યારે અમે આપને જણાવીશું કે, કઇ રીતે બે ભાઈઓએ અમદાવાદિ લોકોને ટમેટાનાં દિવાના બનાવી દીધા. ચાલો આપણે જાણીએ કે કંઈ રીતે ટમેટાનાં ભજીયા અહીંયા પસંદ થયા લોકોમાં અને કંઈ રીતે સફળતા મેળવી.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી ગાયત્રી ભજીયા હાઉસ ખૂબ જ લોકપ્રિય છે. અહીંયાંન ભજીયા તો સ્વાદીષ્ટ છે સાથે ભજીયા સાથે અપાતી ચટણી પણ લાજવાબ છે. આ ભજીયા બનવાનાર છે ગોપાલભાઈ અને ધીરુભાઈ સુદાણી. જેઓ મૂળ રાજકોટના ધોરાજી પાસે આવેલા ભોળા ગામના વતની છે. આ બંને ભાઈઓ મૂળ રૂપે ખેડૂત છે પણ આજથી 25 વર્ષ પહેલા અમદાવાદમાં ધંધો કરવા આવ્યા હતા.

જ્યારે અહીંયા આવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે અહીંયાંન લોકો સ્વાદપ્રેમી છે. આજથી 25 વર્ષ પહેલા અમે સાવ નાની લારી પર ભજીયા બનાવવાની શરૂઆત કરી હતી. પણ અમારા ભજીયા સાથે આપવામાં આવતી ચટણી લોકોને એટલી પસંદ આવશે તે ક્યારેય નહોતું વિચાર્યું. લોકોનો સ્વાદ પારખીને આખા ભરેલા ટામેટા અને આખા ભરેલા મરચાના ભજીયા બનાવવાનું શરુ કર્યું. આજે અલગ અલગ વેરાયટીમ ભજીયા પીરસી રહ્યા છે.

ઘરના રસોડામાં બનાવવું અને લારી પર મોટી કડાઈમાં બનાવવું એ બંને વસ્તુ એકદમ અલગ છે. તેથી તેમણે ઘરે જ ભજીયા બનાવવાની શરૂઆત કરી. લોકોને ભજીયા ભાવ્યા એટલે લારી શરૂ કરી.ગાયત્રી ભજીયા કોર્નરમાં તમને ઘણા પ્રકારના ભજીયા ખાવા મળશે. જેમાં મેથીના ભજીયા, બટેકા વડા, બટેકાની ચિપ્સના ભજીયા, ડુંગળીની ટીકડી, દાળવડા, આખા મરચાના ભજીયા અને ટામેટાના ભજીયા મળી રહે છે.ભજીયા સાથે કઢી નથી આપતા, પણ ટામેટા અને બીજા મસાલામાંથી બનેલી એક અલગ પ્રકારની ચટણી આપવામાં આવે છે.

એક સામાન્ય લારી અને માત્ર મેથીના ભજીયાથી તેમણે આ શરૂઆત કરી હતી. તેમના પિતા ફળો અને શાકભાજીની ખેતી કરતા હતા અને આ ફળો-શાકભાજી વેચીને જ તેમના ઘરનો ખર્ચો પૂરો થતો હતો. તમામ પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં, તેમના માતાપિતાએ તેમના બાળકોને વધુ સારું જીવન આપવાનો પ્રયાસ કર્યો.અમદાવાદમાં આવ્યા બાદ તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. પણ બંને ભાઈઓની મહેનતને કારણે આજે તેઓ સામાન્ય ભજીયાની લારી પરથી એક દુકાનમાં ધંધો કરવા લાગ્યા અને વૈભવશાળી જીવન વિતાવે છે તેમજ અમદાવાદમાં પૈસા થી અઢળક પોતાની પાઘડી અને શાખ ઉભી કરી છે જે તેમની આવનાર પેઢી સુધી રહેશે.

Source – the better india

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!