ડોગી એબ્બીના જન્મ દિવસની પાર્ટી મા કાજલ મહેરીયા જે રમઝટ પોલાવી પણ
આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત મા અનેક લોક ગાયક છે જેમણે દેશ અને વિદેશ મા ધુમ મચાવી દીધી છે ત્યારે તેવો ના કિસ્સા ઓ પણ અનેક વખત ચર્ચા નો વિષય બનતો હોય છે ત્યારે તાજેતર મા જ ગુજરતી લોક ગાયક અને સ્ટેજ પરફોર્મન્સ આપતા કાજલ મહેરીયા ફરી લાઈમ લાઈટ મા આવ્યા છે. કાજલ મહેરીયા એ ગઈ કાલે એક ડોગનો જન્મ દિવસ ની ઉજવણી કરી હતી જે હાલ સોસિયલ મીડીયા પર ખુબ ચર્ચાઈ રહ્યુ છે.
કાજલ મહેરીયા ને અમદાવાદના નિકોલમાં આવેલી મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ડોગી એબ્બીના જન્મ દિવસ ની ઊજવણી ના કાર્યક્રમ યોજાયો હતો. બર્થ ડે પાર્ટી નુ આયોજન ખુબ ધામ ધુમ થી કરવામાં આવેલુ હતુ અને ઘણો બધો ખર્ચ કરવામા આવ્યો હતો તેવુ હાલ સોસિયલ મીડીયા ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે કરોના ના ની મહામારી ને લીધે ઘણા લોકો રોષ પણ જોવા મળ્યો હતો અને ફરિયાદ પણ ઉઠવા પામી હતી.
ત્યારે આ પ્રોગ્રામ મા કોરોના ની ગાઇડલાઇન નો ભંગ થતા ત્રણ લોકો ની ધરપકડ પણ કરવામા આવી છે. જયારે કાર્યક્રમ મા મોટી સંખ્યા લોકો હાજર હતા અને ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પાલતુ ડોગી ના ઘણા ફોટોસ પણ લગાડવામા આવ્યા હતા અને બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયાએ પોતાના સૂર રેલાવ્યા હતા. પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કાજલ મહેરીયાની વાત કરવામા આવે તો તેમનો જન્મ વીસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના જન્મ થયો હતો અને તેમના પીતા ખેતીકામ કરે છે. કાજલ મહેરીયા સ્ટેજ પરફોર્મન્સ અને લોગ ગાયક મા એક મોટુ નામ ધરાવે છે. કાજલ મહેરીયા ભજન કે લગ્ન ગીતો ઉપરાંત હાલના નવાં ગુજરાતી ગીતોને તેમનો અવાજ આપીને સુમધુર બનાવી દે છે.
