ગામ ની 21 વર્ષ ની દિકરી સરપંચ બની અને ગામ માટે શુ કામો કરશે એ જણાવ્યું…..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ગુજરાતમાં ગ્રામ પંચાયત ની ચુંટણી યોજાઈ હતી! આ ચૂંટણીમાં દરેક ગામોમાં અનેક પ્રકારના ઉમેદરવારો ઉભા રહ્યા હતા પરંતુ આ વખતે એવા ઘણા ગામોની ચૂંટણીએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું! આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે.આજે આપણે ગુજરાતનાં એવા ગામ વિશે વાત કરીશું જેની ધુરા સંભાળે છે 21 વર્ષની દીકરી! આ ગામ એટલે જ દરેક ગામથી અલગ તરી આવે છે. ત્યારે ચાલો અમે આપને આ ગામ વિશે જણાવીએ અને એ પણ જણાવશું કે કંઈ રીતે આ દીકરી ગામનો વિકાસ કરવા માંગે છે.
આજે સમયની સાથે બધું જ બદલાય ગયું છે!હવે ગામના લોકો પણ સમયની સાથે ચાલતા થઈ ગયા છે અને હવે યુવા પેઢી ને આગળ કરી રહ્યા છે. આ વાત છે ગુજરાતનાં બનારસકાંઠાના સમણવા ગામ જ્યાં ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં 21 વર્ષની કાજલ નામની દીકરીને બહુમતિથી સરપંચ બનાવવામાં આવી છે. ત્યારે આજે આ દીકરી ગામને વિકાસના માર્ગે લઈ જવા તૈયાર છે.
ગામના લોકોએ આ દિરકી પર પૂરેપૂરો વિશ્વાસ મુક્યો છે અને કાજલ પણ ગામમાં વિકાસ માટે ગામમાં પાક્કા રસ્તાઓ તેમજ ગામમાં પાણી ની સુવિધાઓ અને ગામની દીકરીઓ માટે શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા કરવા માંગે છે અને ખાસ કરીને તેને ગામને વ્યસન મુક્ત કરાવવાનું છે. કાજલ ગામની તમામ મહિલાનો સશક્ત બનાવવા માંગે છે તેમજ ગામ વિકાસમાં મોખરે રહે એજ કાજલ નો હેતુ છે.
આજનાં સમયમાં ખરેખર દીકરાઓ કરતાંય વધુ દીકરીઓ મોખરે છે ત્યારે ગામના લોકોએ પણ પુરેપુરો વિશ્વાસ રાખીને કાજલને ગામની જવાબદારીઓ સોંપી અને ગામ વિકાસનાં માર્ગે લઈ જવા સૌ કોઈ કાજલને સથવારે છે. કાજલ પણ કહેલું હતું કે તેમના પિતાનું સપનું હતું કે હું ગામની સરપંચ બનું અને ગામનો વિકાસ કરું અને બસ હવે મારો એક જ સંકલ્પ છે કે હું મારા ગામનો વિકાસ કરું.
