અમરાપરના ગૌપ્રેમીએ ગાય બીમાર રહેતા અનોખી માનતા માની, તંદુરસ્ત વાછરડીનો જન્મ થતા તેને…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણી શીલ છે. જેના કારણે તે અનેક લોકો સાથે સંબંધ બાંધે છે. આપણે અનેક માનવીય સંબંધો વિશે જાણીએ છીએ જેમાં માતા પિતા અને સંતાન નો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, પતિ પત્ની નો સંબંધ વગેરે અનેક સંબંધ વિશે આપણે જોતા અને જાણતા હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી પર માનવી એકલો નથી કેજે વસવાટ કરે છે. પરંતુ અન્ય ઘણા જીવ છે કેજે આ પૃથ્વી પર વસવાટ કરે છે.
મિત્રો કહેવાય છે કે માનવી નો સૌથી વફાદાર અને સાચો મિત્ર આવા પ્રાણીઓ જ હોઈ છે. પ્રાણીઓ નિઃસ્વાર્થ ભાવથી મનુસ્ય સાથે સંબંધ રાખે છે. અને તેમને પ્રેમ પણ કરે છે. પ્રાણીઓ ઘણા લાગણીશીલ હોઈ છે. અને તેમનો માણસ પ્રત્યે નો પ્રેમ નિઃસ્વાર્થ હોઈ છે. આપણે ઘણી વખત માનવી અને પશુના એવા પ્રેમાળ કિસ્સાઓ વિશે જોતા અને સાંભળતા હોઈએ છીએ કે જેના કારણે આપણને પણ હરખ થાય છે. આપણે અહીં એવાજ એક માનવી અને ગાય ના અનોખા પ્રેમ વિશે વાત કરવાની છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજમાં ગાયને ઘણું માન આપવામાં આવે છે. લોકો ગાયને માતા તરીકે પૂજે છે. માનવી અને ગાય નો સંબંધ ઘણો જૂનો છે. ગાયના દૂધથી લઈને તેના મળ મૂત્ર સુધી દરેક માનવી માટે ઘણા ફાયદા કારક છે. તેવામાં આપણે અહીં એવા બનાવ વિશે વાત કરીશું કે જેનાથી તમે પણ હરખાઈ જશો. ખરેખર વાત કંઈક એવી છે કે આપણે સૌ જાણીએ છીએ કે લોકો અને પરિવાર ના સભ્યો સંતાન પ્રાપ્તિ માટે અનેક માનતાઓ રાખે છે.
તેવામાં આપણે અહીં જે વ્યક્તિ વિશે વાત કરવાની છે તેને પોતાની ગાય માટે માનતા કરી હતી. કે જો તેની ગાયની સુરક્ષિત રીતે પ્રસુતિ થઇ જાય તો તે થનાર વાછરડા કે વાછરડી ના વજન જેટલી મીઠાઈ ધરાવશે. જો વાત આ ઘટના અંગે કરીએ તો આ બનાવ હળવદ તાલુકાના અમરાપર ગામનો છે. અહીં રહેતા ધર્મેન્દ્રભાઈ કરશન ભાઈ ચાવડા પાસે એક ગાય છે. તેઓ પોતે ગૌભક્ત છે.
તેવામાં તેમની ગાય પ્રસુતિ પહેલા બીમાર થઇ ગઈ જેના કારણે ધર્મેન્દ્રભાઈ થનાર વાછરડા કે વાછરડી ના જોખમા મીઠાઈ ધરાવશે તેવી માનતા કરી. જો કે ભગવાને તેમની માનતા પૂર્ણ પણ કરી અને તેમની ગાયે એક વાછરડીને જન્મ પણ આપ્યો જે બાદ ધર્મેન્દ્રભાઈએ પોતાની માનતા પૂર્ણ કરવા માટે તેમના જ ગામના ચામુંડા માતાજીના મંદિરે ગાયને જોખ જેટલા પેંડા ધરાવ્યા જણાવી દઈએ કે તેમણે માનતા પૂર્ણ કરવા 30 કિલો પેંડા ધરાવ્યા હતા અને તેમણે વિશિષ્ટ પેંડા બનાવ્યા હતા. જે બાદ પેંડાને ગામના લોકોમાં વહેંચ્યા હતા. આમ માનવી અને ગાયના પ્રેમ નું સુંદર ઉદાહરણ સામે આવ્યું.
