Gujarat

ભગુડા મોગલધામમાં ખજાનચીની જવાબદારી એક મુસ્લિમ વ્યક્તિ સંભાળે છે. જાણો આવુ કેમ મ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો આસ્થાવાન છે. માનવીની ભગવાન પર ઘણી અતૂટ શ્રદ્ધા છે. જેના કારણે તો પોતાના સારા કે ખરાબ સમયમાં ભગવાનને અચૂક યાદ કરે છે. વળી ઘણી વખત માનવી કોઈ મુશ્કેલીમાં મુકાઈ ત્યારે તે કોઈને પણ પોતાની મુંજવણ કહેવામાં સમર્થ ના હોઈ ત્યારે પણ તે ભગવાનને શરણ જાય છે. કહેવાય છે. કે જે વ્યક્તિ સાચા મન અને સાચા દિલથી ભગવાનને યાદ કરે છે, તેવા સમયે ભગવાન પોતાના ભક્તોની પુકાર સાંભળીને અચૂક તેમની મદદ માટે આવે છે.

આ ઉપરાંત ઘણી વખત વ્યકતિ પોતાના ધાર્યા કામ થાય તેવા હેતુથી માનતા માને છે. અને તે પૂર્ણ થતા યથા શક્તિ દાન પુણ્ય પણ કરે છે. આપણે અહીં એક એવા ચમત્કારિક મંદિર વિશે વાત કરવાની છે કે જ્યાં ભક્તો સાચા મનથી પોતાનું શીશ ઝુકાવે છે. અને તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો આપણે અહીં ભગુડાના મોગલ માતાના મંદિર વિશે વાત કરવાની છે.

મિત્રો આપણે સૌ ભગુડાના મોગલ ધામથી પરિચિત છીએ. અને આપણા માંથી લગભગ દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક વખતતો ભગુડા મોગલમાંના દરબારમાં હાજરી જરૂર આપીજ હશે. આપણે સૌ જાણીએ છીએ કે આ સ્થળ એટલું પુણ્યશાળી છેકે ત્યાં જતા જ આપણને પણ અલગજ દૈવીય શક્તિનો આભાસ થાય છે. આપણે અહીં માતાના મંદિર વિશે વાત કરવાની છે.

મિત્રો જણાવી દઈએ કે ઘણા વર્ષ  પહેલા દુષ્કાળના કારણે આહીર સમાજ ના લોકો ગીર ચાલ્યા ગયા. જ્યાં આહીર અને ચારણ પરિવાર ની બે વૃદ્ધ મહિલા વચ્ચે સગી બહેન કરતા પણ વધુ સંબંધ સ્થપાણો તેવામાં આ ચારણ મહિલાએ આહીર પરિવાર નું રક્ષણ થાય અને તેમના પર માતાજીની કૃપા થાય તેવા વિચારથી તેમણે પોતાની બહેન જેવી આહીર મહિલાને માતાજીને કાપડામાં આપ્યા. જે બાદ આહીરો ભગુડા આવ્યા અને વિધિ વિધાનથી માતાજીની પૂજા કરી જે બાદ આશરે 23 થી 24 વર્ષ પહેલા આજે જોવા મળતા મંદિર નું નિર્માણ થયું. આહીર સમાજ સહીત દરેક લોકોને માતાજી પર અતૂટ વિશ્વાસ છે.

જો કે મંદિર ને લગતી હજી એક રસપ્રદ વાત છે. મિત્રો જણાવી દઈએ કે ભગુડા મંદિરના ખજાનચી એક મુસ્લિમ વ્યકતિ છે. તેમનું નામ રમઝાન શેઠ છે. મિત્રો જણાવી દઈએ કે એક વખત રમઝાન શેઠ દ્વારા કોઈ કાર્ય ને લઈને માતાજીની માનતા રાખી હતી. અને કાર્ય થઇ ગયા પછી તે મંદિર ને 1000 રૂપિયા નું દાન આપશે. તેવામાં રમઝાન શેઠ નું કામ થઈ જતા તેમણે પોતાની માનતા પ્રમાણે મંદિરમાં 1000 રૂપિયાનું દાન આપ્યું જો કે તે સમયે મંદિરમાં દાનપેટી ન હતી.

જેથી રમઝાન શેઠ દ્વારા સૌપ્રથમ 350 રૂપિયાનની દાનપેટી બનાવી ને મંદિરને આપી અને ત્યાર બાદ રૂપિયા 650 નું દાન આ દાનપેટીમાં આપ્યું જે બાદ રમઝાન શેઠ ની માતાજી પ્રત્યે શ્રદ્ધા વધતી ગઈ અને ત્યાર પછી તેમણે મંદિર ને 10,000 રૂપિયાનું દાન આપ્યું રમઝાન શેઠ ની માતાજી પ્રત્યે આટલી શ્રદ્ધા જોઈને આહીર પરિવાર દ્વારા તેમને મંદિરના ખજાનચી બનાવવામાં આવ્યા અને આજે પણ તેમના દ્વારાજ મંદિર ની દાનપેટી ખોલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!