Gujarat

ગયા જન્મમાં જે પત્ની હતી એ પત્ની સાથે પુર્ન જન્મનાં 27 વર્ષ બાદ ફરી લગ્ન કરશે…

ગયા જન્મમાં જે પત્ની હતી એ પત્ની સાથે પુર્ન જન્મનાં 27 વર્ષ બાદ ફરી લગ્ન કરશે.આપણે ત્યાં પુનર્જન્મની ઘટના હાલમાં જ બની છે! આજે અમે તમને એક એવી વ્યક્તિ સાથે પરિચય કરાવવાનાં છીએ જે તેના પુનર્જન્મ માટે ઘણા વર્ષોથી ચર્ચામાં હતો. આ માણસ પાસે પણ તેના પુનર્જન્મના પુરાવા છે. રસપ્રદ વાત એ છે કે કેટલાક વર્ષોના પુનર્જન્મ પછી, તે વ્યક્તિ તેની પહેલાં જન્મની પત્ની સાથે ફરીથી લગ્ન કરશે. અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ વાત જણાવીશું. એક સમયે ‘મૃતક’ લાલ બિહારી હતો.

તે વાસ્તવમાં મૃત્યુ પામ્યો ન હતો પરંતુ સરકારી કાગળમાં તેને મૃત જાહેર કરાયો હતો. જે બન્યું તે એ હતું કે તેના સબંધીઓએ તેને મૃત જાહેર કર્યા બાદ તેની જમીન છીનવી લીધી હતી. આ પછી, લાલ બિહારી કાગળ પર પોતાને જીવંત સાબિત કરવા માટે 18 વર્ષ લડ્યા. 30 જૂન 1994ના રોજ તેને ફરીથી કાગળ પર જીવંત જાહેર કરવામાં આવ્યા હતા.ઘટનાના 27 વર્ષ બાદ તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

આ વખતે તેમની ચર્ચામાં આવવાનું કારણ તેની 56 વર્ષની પત્ની કર્મી દેવી સાથે ફરીથી લગ્ન કરવાનું છે. 66 વર્ષીય લાલ બિહારીને ત્રણ બાળકો છે. બે પુત્રી અને એક પુત્ર, તે બધાના લગ્ન થઈ ગયા છે. બિહારીલાલ જેવા ઘણા લોકો હજી પણ કાગળ પર પોતાને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિષય તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તે ફરી એકવાર તેની પત્ની સાથે લગ્ન કરી રહ્યો છે.

લાલ બિહારી આગળ કહે છે કે હું કેસ લડીને જીત્યો છું, પરંતુ હકીકતમાં સરકારી પ્રણાલીમાં હજી સુધી કંઈ ખાસ બદલાયું નથી. હું સરકારી દસ્તાવેજોમાં 18 વર્ષ સુધી મૃત રહ્યો હતો. આજે પણ એવા ઘણા લોકો છે જેમને મૃત જાહેર કરીને તેમની જમીન સંબંધીઓ અને સરકારી અધિકારીઓએમિલીભગતથી પડાવી લીધી હતી.

આઝમગઢ જિલ્લાના અમિલો ગામના રહેવાસી લાલ બિહારીને 1975માં સત્તાવાર રીતે મૃત જાહેર કરાયા હતા. આવી સ્થિતિમાં, પોતાને જીવંત સાબિત કરવા, તેણે ઘણા વર્ષોથી કાનૂની લડત લડવી પડી. તેણે તેમના નામમાં ‘મૃતક’ શબ્દ પણ ઉમેર્યો. આટલું જ નહીં, તેમના જેવા બીજા ઘણા લોકો પણ હતા. આ કહાની પરથી પર ‘કાગઝ’ નામની એક ફિલ્મબની. તેમાં મુખ્ય ભૂમિકામાં પંકજ ત્રિપાઠી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!