ધોળકા-બગોદરા હાઇવે પર ભંયંકર અકસ્માત થયો ઠાકોર પરીવારાના ત્રણ મહિલા અને બે પુરુષ સહિત…
ધોળકાથી બગોદરા હાઈવે પર ઈકો કારનો અકસ્માત થતાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત થયું છે.આ ઘટના બનતા જ તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને 108માં ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, ઈકો ગાડીમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા. ખરેખર પરિવારે સ્વપ્નમાં નહીં વિચાર્યું હોય કે આવી દુઃખ ઘટના બની જશે અને માતાજીના દર્શન કરવાનાં ઓરતા અધૂરા જ રહી જશે.ઇકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
10 દિવસ પહેલાં જ બગોદરા-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એકાએક ટ્રક પાછળ એક તૂફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રોજિંદા આવા બનાવ બનતા રહે છે, ત્યારે ખરેખર આ દુઃખ વાત છે. મૃતકની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
