અકસ્માત મા મોત ને ભેટલા ઠાકોર પરીવાર ના પાંચ સભ્યો ની અંતિમ યાત્રા નિકળી ! સર્જાયા કરુણ દૃશયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં દેશમાં વાહનોની સંખ્યામાં ઘણો વધારો જોવા મળે છે. આ ઉપરાંત છેલ્લા થોડા સમયથી રાજ્ય અને દેશમાં અકસ્માત ના બનાવો પણ વધ્યા છે. આવા અક્સ્મતો એક કે બીજા વ્યક્તિ ની ભૂલ કે ગેરસમજ ના કારણે સર્જાતા હોઈ છે. આપણે લગભગ દરરોજ અકસ્માત ના બનાવો અંગે જોતાં અને સાંભળતા હોઈએ છિએ.
અકસ્માત થવાનું કારણ ગમ્મેતે હોઈ પરંતુ અકસ્માત માં જીવ ગુમાવનાર લોકોના પરિવાર પર શું વિતતિ હોઈ છે. તેનાથી આપણે સૌ પરિચિત છિએ કારણકે આપણે સૌ સ્વજનોને ખોવાના દુઃખને જાણીએ છિએ. તેવામાં ઘણા અક્સ્માત એવા પણ હોઈ છે કે જેમાં અન્ય વાહન ચાલાક ના કારણે બીજા લોકો ને અકસ્માત નો ભોગ બનવું પડે છે. આપણે અહીં એક આવા જ દુઃખદ અકસ્માત અંગે માહિતી મેળવવાની છે.
કે જ્યાં એક ડમ્પર ચાલાક ની ભુલના કારણે એક ગાડી તેની સાથે અથડાઈ અને અક્સ્માત સર્જાયો જેમાં એકજ પરિવાર ના 5 લોકોના મોત થયા જ્યારે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે ની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત ધોળકા થી બગોદરા જનાર હાઈવે પર ધોળકા પાસે સર્જાયો હતો. અહીં એક ડમ્પર અને એક ઇકો ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ના કારણે એકજ પરિવાર ના 5 લોકોના મોત થયા જ્યારે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
જો વાત અકસ્માત સર્જાવા ના કારણ અંગે કરીએ તો જ્યારે આ ઇકો ગાડી ધોળકા-બગોદરા હાઈવે પર જઇ રહી હતી તેવામાં આગળ બીજી લેનમાં જતા ડમ્પરે ચાલાકે એકા એક પોતાની ગતિ ઘટાડી અને આ ઇકો ગાડી જે લેનમાં ચાલી રહી હતી તેમાં પોતાનું ડમ્પર લાવી દીધુ હતુ જેના કારણે ઇકો અનિયંત્રિત થતાં ડમ્પર સાથે અથડાઈ ગઈ હતી.
જો વાત અકસ્માત નો ભોગ બનેલ પરિવાર અંગે કરીએ તો આ પરિવાર વારસંગ બરોડા ગામનો રહેવાસી હતો પરિવાર ના લોકો બરવાળા પોતાના કુળદેવીના દર્શન કરવા જઈ રહ્યા હતા તેવા સમયે આ અકસ્માત સર્જાયો. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો અકસ્માત માં 5 લોકોના મોત થયા છે તેમના નામ આ પ્રમાણે છે.
આ અકસ્માત માં બહાદુરભાઈ લાખાભાઈ ઠાકોર અને તેમના પત્ની હંસાબેન ઉપરાંત તેમનો પુત્ર મહેન્દ્ર અને પુત્રવધૂ છાયાબેન અને કૈલાશબેન ઠાકોરનું મોત થયુ છે. આ ઉપરાંત અકસ્માત માં 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમના નામ આ પ્રમાણે છે.
અકસ્માત ના કારણે ધીરુભાઈ લાખાભાઈ ઠાકોર અને આશાબેન ધીરુભાઈ ઠાકોર ઉપરાંત રાકેશભાઈ બહાદુરભાઈ ઠાકોર, લલિતાબેન રાકેશભાઈ ઠાકોર ને ઈજા પહોચી છે જ્યારે 4 બાળકો પણ ઘાયલ થયા છે જેમના નામ ગોપી મહેન્દ્રભાઈ ઠાકોર, હિતેન મહેન્દ્રભાઈ ઠાકોર અને રાહુલ રાજીવભાઈ ઠાકોર, ધવલ પ્રવિણભાઈ ઠાકોર નો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તારાપુર ખાનગી હોસ્પિટલમાં ઉપરાંત બધા બાળકો ને બાળકો અમદાવાદ સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
