India

81 વર્ષ ના દાદી ભલભલા જુવાનીયાઓ ને પણ શરમાવે 22 કીલોમીટર સાઈકલ ચલાવીને…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવ જીવન ની ચાર અવસ્થા જોવા મળે છે. પહેલી બાળપણ, બીજી અવસ્થા યુવાની પછી પ્રૌઢ અને અંતે વૃદ્ધાવસ્થા. જીવનના આ તમામ અલગ અલગ તબક્કે માનવી ને અલગ અલગ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આ તમામ અવસ્થામાં માનવી પાસે અલગ અલગ તાકતો હોઈ છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જ્યાં સુધી વ્યક્તિ યુવાન હોઈ ત્યાં સુધી તેના શરીર માં ઘણી શક્તિ હોઈ છે. પરંતુ વૃદ્ધાવસ્થામાં માનવી નબળો પડે છે. જેના કારણે તેને અમુક પ્રકારના કર્યો કરવામાં મુશ્કેલ પડે છે. વૃદ્ધાવસ્થામાં અમુક લોકો સરખી રીતે ચાલી પણ શકતા નથી તેવામાં આપણે અહીં એક એવા બા વિશે વાત કરશું કે જેઓ રોજની આશરે 20 થી 22 કિલોમીટર સાયકલ ચલાવે છે. અને તેઓ આશરે રોજના 9 કલાક કામ કરે છે.

મિત્રો આપણે અહીં કે બા વિશે વાત કરવાની છે. તેમની કામ કરવાની તાકાત અને ઉત્શાહ યુવાન લોકોને પણ શરમાવે તેવી છે. મિત્રો આ વાત જબલપુરના ગડા પાસે રહેતા એક બાની છે. મિત્રો આ બાનુ નામ શાંતિબાઈ છે. જણાવી દઈએ કે તેમની ઉંમર 81 વર્ષ છે.

મિત્રો જણાવી દઈએ કે તેઓ રોજની 20 થી 22 કિલોમીટર સાયકલ ચલાવે છે. આજના સમય માં જ્યાં યુવાનો પણ આટલી સાયકલ ચલાવી શક્તા નથી તેવામાં આ બા ના જુસ્સાને સલામ છે. જણાવી દઈએ કે શાંતિબાઇ એકલા રહે છે. અને તેઓ ઘણા ઘરના કામ કરે છે સાથો સાથ પોતાના ઘરનું પણ કામ કરે છે.

જણાવી દઈએ કે 81 વર્ષ ની ઉમરે પણ શાંતિબાઇ ને ચશ્મા નથી. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં એવો સમય છે કે જ્યાં નાના બાળકો ને પણ ચશ્મા ની જરૂર પડે છે તેવામાં આટલી ઉમરે પણ આ બાની આખો ઘણી સારી છે. તેઓ જણાવે છે કે તેઓ રોજ 8 વાગ્યે ઘરે થી કામ માટે નીકળે છે અને સાંજે 5 વાગ્યે પરત આવે છે. આ સમય ગળામાં તેઓ પોતાના ઘરની સાથો સાથ બીજા લોકોના ઘરના પણ કામ કરે છે. તેઓ વધુ માં એ પણ જણાવે છે કે જ્યાંરે તેઓ સાયકલ ચલાવી ને થાકી જાય છે. ત્યારે તેઓ રસ્તામાં થોડો આરામ કર્યા બાદ ફરી પોતાનું કામ કરવા લાગે છે. જો કે શાંતિબાઇ ને બે દીકરીઓ છે, જેઓ પરિણીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!