Gujarat

ગુજરાત ના ખોબા જેવડાં ગામ ના 1200 જેટલા જવાનો માતૃભૂમિની રક્ષામાં તૈનાત ! આખું ગામ દેશ ભક્તિ થી એટલુ રંગાયેલુ કે….

આજના સમયના વિશ્વમાં ભારતની સેના સૌથી મોટી છે! ત્યારે ભારતનાં દરેક યુવાનો દેશની રક્ષા અર્થે પોતાનું જીવન સમર્પિત કરે છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું જે ખોબા જેવડું ગામ છે છતાંય 1200 જેટલા જવાનો માતૃભૂમિની રક્ષામાં તૈનાત ! આખું ગામ દેશ ભક્તિ થી એટલુ રંગાયેલુ કે તમને જાણીને આશ્ચય થશે. ખરેખર આ કોઈ સામાન્ય વાત ન કહેવાય કારણ કે આખા ગામમાંથી 1200 જવાનો એટલે વિચાર કરો કે નાના એવા ગામમાંથી દરેક યુવાનો દેશની રક્ષા ને સમર્પિત થઈ ગયા ત્યારે આ ગામ કેટલું ખાસ હશે.

ચાલો અમે આપને આ ગામ વિશે વધુ માહિતગાર કરીએ.
ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામમાં દરેક ઘરમાં થી એકાદ બે લોકો સશસ્ત્ર દળોમાં જુદા-જુદા હોદ્દામાં છે. કોડિયાવાડા ગામમાં અત્યાર સુધીમાં ૧૨૦૦ લોકો સશસ્ત્ર દળોમાં જોડાયા છે. ગામના મોટાભાગના યુવકો સેનામાં જોડાઇ છે અને મહત્વની વાત એ છે કે, આ ગામમાં એક જ પરિવારની ત્રણ પેઢી સેનામાં હોવાનું ગર્વ પણ આ ગામ ધરાવે છે.

કોડિયાવાડા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડની મધ્યમાં બનેલું સીઆરપીએફની ૧૬૮ મી બટાલિયનના જવાન કોન્સ્ટેબલ જીગ્નેશ પટેલ સ્મારક છે.  પાંચ વર્ષ સુધી સીઆરપીએફમાં નોકરી કરતા જીગ્નેશ પટેલ ૯ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ ૨૮ વર્ષની વયે શહીદ થયા હતા. જ્યારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર હુમલો કરવામાં આવ્યો હતો.  ગામના યુવાનો શાળાના મેદાન કે ડૂંગરાળ વિસ્તારોમાં દસ કિલો મીટર દોડીને પરસેવો પાડીને ભારતીય સેનામાં જોડાવવાની પરીક્ષા પાસ કરવા માટે પોતાને તૈયાર કરવામાં આવે છે.આ ગામના ૬૪ વર્ષીય રામજી પટેલ ૧૯૯૫ માં સેનામાંથી નિવૃત્ત થયા હતા અને અમદાવાદમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં સુરક્ષા અધિકારી તરીકે પણ કામ કરી નિવૃત્ત થયા છે.

તેમના બંને પુત્રો ઓન આર્મીમાં છે. આ ગામમાંથી કુલ ૧૦૦ થી વધુ વ્યક્તિઓ નિવૃત્તિ બાદ બેન્કોમાં સુરક્ષા અધિકારી તરીકે કામ કરે છે.આ આર્મીઓ પૈકી શહિદ થાય ત્યારે એના અંતિમ સંસ્કાર માટે નદીના વચ્ચે આવેલા સ્મશાન ગૃહમાં ગાર્ડ ઓફ ઓનર આપતા જવાનોને અગવડ પડે છે જેથી અહીં સુવિધા સભર ખુલ્લી જગ્યા મળે એવું સ્મશાન ગૃહ બને એવી નિવૃત્ત જવાનોની તેમજ સ્થાનિકોની માંગણી છે.યુવાનોને સેનાની પરીક્ષા માટે તૈયાર કરવાની જવાબાદારી વડીલો સંભાળે છેલખતરમાં ફરજ નિભાવનારા નિવૃત આર્મીના અધિકારીઓ આદિવાસી વિસ્તારના યુવાઓના પડખે ઊભા રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!