સુરતમાં આ જગ્યા પર સ્પાની આડમાં ચાલતુ હતુ કુટણખાનું ! ચાર ગ્રાહકો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેર એ સંયમ ની નગરી અને ડાયમંડ નગરી તરીકે પણ ઓળખાય છે પરંતુ ખરેખર હાલમાં આ શહેરમાં ખૂબ જ શરમજનક ઘટના બની છે, આ વાત જાણીને તમને પણ આશ્ચય જનક થશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે અનેક વખત સ્પા નાં નામે બીજા જ ગોરકન5 ધંધા ચાલતા હોય છે, ત્યારે હાલમાં જ આવો એક બનાવ સામે આવતા ચકચાર મચી ગયો છે, ચાલો અમે આપને આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ વાત જણાવીએ.
હાલમાં જ દિવ્યભાસ્કરનાં મળેલા અહેવાલ ઉપર જાણવા મળ્યું હતું કે, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રોયલ આર્કેડમાં ધમધમતા ત્રણ સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડ્યા અને આ દરમિયાન જ ચાર ગ્રાહક અને એક કર્મચારી સહિત પાંચની ધરપકડ કરી હતી. પોલીસે અહી અલગ અલગ ત્રણ દુકાનોમાં દરોડો પાડ્યો હતાં. જ્યાં સ્પા/મસાજ પાર્લરની આડમાં કૂટણખાના ચાલી રહ્યા હતા.
ખરેખર આ ઘટના ખૂબ જ શરમ જનક છે.પોલીસે અહીંથી 5 મહિલાઓને વધુ પૂછપરછ માટે સરથાણા પોલીસને સોપવામાં આવી છે તેમજ જાણવા મળ્યું હતું કે, સરથાણા નેચર પાર્કની સામે આવેલા રોયલ આર્કેટમાં દરોડો પાડ્યો હતો. અહિં પોલીસે પહેલા માળે આવેલી દુકાનો પૈકી દુકાન નબર 105માં સિલ્વર સ્પા/મસાજ પાર્લરની દુકાનમાં તથા દુકાન નબર 145 કે દુકાનમાં સ્પા, મસાજ પાર્લરનું નામ નથી ત્યાં અને દુકાન નબર 146 ખુશી સ્પા મસાજ પાર્લરની દુકાનોમાં રેડ કરી હતી.
જેમાં દુકાન નંબર 105ના માલિક રાહુલભાઈ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. જયારે ગ્રાહક મેહુલભાઈ ચંદ્રેશભાઈ ચંગાણી તથા બે લલનાઓ મળી આવી હતી. આ ઉપરાંત દુકાન નંબર 145ના સંચાલક ગીતાબેન વિજયભાઈ ગોદાણી તથા તેઓના સ્પામાંથી ત્રણ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા.આ ઉપરાંત દુકાન નબર 146ના સંચાલક સપનાબેન અર્જુનભાઈ ઇન્દવેના સ્પામાંથી બે લલનાઓ મળી આવી હતી.
તેમજ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા સંકેત રોહિતભાઈ કોશિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે અહીંથી 5 મહિલાઓને વધુ પૂછપરછ માટે સરથાણા પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી તેમજ રોકડા રૂપિયા અને 6 મોબાઈલ ફોન મળી કુલ 48 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ખરેખર આ ઘટના ખૂબ જ શરમ જનક સમાન છે અને આવી ઘટના તો અનેક શહેરોમાં બને છે જેમાં સ્પાનું નામ ચલાવીને અંદર બીજું જ કૃત્ય ચાલતું હોય છે, આવા કામમાં અનેક મહિલાઓ ભોગ બને છે.
