Gujarat

ગુજરાતનું એવું ગામ જ્યા દેવી દેવતા નહીં પણ પક્ષીનું પ્રાચીન મંદિર છે, જાણો આ રહસ્ય વિશે…

ઉત્તરાયણ નો તહેવાર નજીક છે, ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ માટે આ દિવસ મોત બનીને આવે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, પતંગની દોરીઓના લીધે અનેક પક્ષીઓ મૃત પામે છે અને જીવ જોખમમાં મુકાઈ છે. અનેક ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવ અભિયાન ચલાવવામાં આવે છે જેઠા પક્ષીઓનો જીવ બચી શકે. આ જગતમાં દરેક જીવોને જીવવા નો હક છે અને દરેક નું કંઈક મહત્વ રહેલું હોય છે. આજે અમે આપને એક એવા ગામ ની મુલાકાત કરાવીશું , જ્યા પક્ષીઓ નું મંદિર છે. અત્યાર સુધી તમે દેવી દેવતાઓ નાં મંદિરોનઆ દર્શન કર્યા હશે પરંતુ હવે તમે પક્ષી મંદિરના દર્શનાર્થે જરૂર જજો.

ગુજરાતનું આ અનોખું ગામ એટલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની નજીક રાયસિંગપુરા -રોડા! આ ગામમાં પક્ષી મંદિર આવેલું છે. જે માત્ર ગુજરાત જ નહી સમ્રગ ભારતનું એક માત્ર પક્ષી મંદિર માનવામાં આવે છે. આમ તો દેવી દેવતાઓના વિવિધ પ્રકારના વાહનોમાં ગરુડ,હંસ,મોર જેવા પક્ષીઓ જોવા મળે છે, પરંતુ આ મંદિરમાં ધાતુઓની વિવિધ તકતીઓમાં પ્રાણીઓ અને મોર પોપટ જેવા પક્ષીઓના આકાર કોતરેલા છે. આથી આ મંદિરને બર્ડ ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે અહીંયા કુલ ૧૨૫ જેટલા મંદિરો હતા જેનો કાળક્રમે નાશ થયો હતો. રોડાના આ સાત મંદિરો સાતમી સદીના હોવાનું મનાય છે તેના મંદિર સમૂહોમાંનું જ એક પક્ષી મંદિર પણ છે.ઇતિહાસકારોનું માનવું છે કે આ પ્રાચીન મંદિરની સ્થાપત્ય શૈલીમાં ચૌલુક્ય શૈલીની બાંધકામકળા જોવા મળે છે. આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો,દરવાજા, કમાનો તેમજ દિવાલો ઉપર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. આ ટેમ્પલ પ્રાચીન સમયથી ગુજરાતીઓના પશુ પક્ષીપ્રેમની સાક્ષી પૂરે છે. રાઇસિંગપુરા રોડાના ટેમ્પલ તરીકે ઓળખાતા કુલ સાત જેટલા મંદિરો ખંડેર હાલતમાં છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે, આ મંદિરના નિર્માણમાં
કયાંય ચૂનો કે અન્ય પદાર્થનો ઉપયોગ થયો નથી.માત્ર પથ્થરને વિશિષ્ટ રીતે ઘડીને એક બીજામાં જડી દેવામાં આવ્યા છે. જેમાં આ મંદિરોના સમૂહમાં જ એક પક્ષી મંદિર આવેલું છે. પક્ષી મંદિરની પાસે  શિવ મંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુ મંદિર આવેલું છે. મંદિર આગળના ભાગે આવેલા  કુંડની ચારે ખૂણે અન્ય મંદિરો છે. કુંડની અંદરના મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે. તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!