સ્વર્ગસ્થ પિતા ની યાદ મા દિકરીએ એવુ ફોટોશુટ કરાવ્યું કે લોકો વખાણ કરતા થાકી ગયા…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો સોશ્યલ મીડિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે તેવામાં ઘણી વખત સોશ્યલ મીડિયા પર એવા બનાવો પણ સામે આવતા હોઈ છે કે જે લોકોને ઘણા ભાવુક કરી દે છે. આપણે અહીં એવું એવાજ બનાવ વિશે માહિતી મેળવવાની છે કે જેના વિશે જાણ્યા પછી તમારી પણ આંખ ભીની થઇ જશે ઉપરાંત તમને આ યુવતી પર ગર્વ પણ થશે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક બાળક ના જીવનમાં પોતાના માતા પિતાનું સ્થાન ઘણું જ મહત્વનું હોઈ છે. માતા પિતા પોતાના બાળકની ખુશીઓ માટે અનેક વસ્તુઓ કરતા હોઈ છે. જયારે બાળકો પણ પોતાના માતા પિતા હંમેશા ખુશ રહે તેવી જ કામના અને મહેનત કરતા હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણા જ મહત્વના હોઈ છે. તેમાં પણ જો વાત છોકરીઓ અંગે કરીએ તો તેઓ પોતાના લગ્નને લઈને ઘણી જ ખુશ હોઈ છે. લગ્નના દિવસો દરમિયાન દરેક છોકરીઓ ની ઈચ્છા પોતાના માતા પિતા અને પરિવાર સાથે વધુ ને વધુ સમય રહેવાની હોઈ છે. કારણકે લગ્ન બાદ તેનું આ જીવન અને પરિવાર માં બદલાવ આવી જાય છે.
દરેક વ્યક્તિની ઈચ્છા પોતાના માતા પિતાની હાજરીમાં લગ્ન કરવાની અને તેમના આશીર્વાદ મેળવવાની હોઈ છે. પરંતુ તેવામાં જો કોઈના માતા પિતા લગ્નમાં ન હોઈ તો. આપણે અહીં એક એવીજ યુવતી વિશે વાત કરવાની છે કે જેમના પિતા યુવતીના લગ્ન પહેલા મૃત્યુ પામ્યા હતા. પરંતુ સંતાન માટે પોતાના માતા પિતા પહેલા જ હોઈ છે, માટે આ યુવતીએ પોતાના પિતાને એવી રીતે લગ્નમાં સામીલ કર્યા કે જાણ્યા તમને પણ આ યુવતી પર ગર્વ થશે.
મિત્રો જણાવી દઈએ કે આ યુવતી નું નામ સુવનયા છે તેમણે થોડા સમય પહેલા જ રાજસ્થાનના ખીમસર કિલ્લામાં અમન કાલરા સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નના ફોટા અને લગ્ન સંબંધી એક વિડિઓ હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ છે. મિત્રો જણાવી દઈએ કે સુવનયા ના પિતા વર્ષ 2021 માં મૃત્યુ પામ્યા હતા. જોકે પિતા પુત્રીનો પ્રેમ અંગે આપણે સૌ જાણીએ જ છીએ. પિતાની ઈચ્છા પુત્રીના લગ્નમાં હાજર રહેવાની હતી પરંતુ પ્રકૃતિને કંઈક અલગ જ પસંદ હશે તેમ તેમનું નિધન થયું.
તેમણે લગ્ન આગાઉ પુત્રી માટે એક લાલ લહેંગો ડિઝાઈનર સુનેના ખેર પાસે તૈયાર કરાવ્યો હતો. જણાવી દઈએ કે વર્ષ 2020 માં સુવનયા ના જન્મદિવસ નિમિતે તેમના પિતાએ તેમના માટે એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોતાની પુત્રીને કેટલો પ્રેમ કરે છે તે બાબત જણાવી હતી આ પત્ર સુવનયા માટે ઘણો જ ખાસ હતો. જેના કારણે તેણે આ પત્ર ફ્રેમ પણ કરાવ્યો. પિતાના મૃત્યુ પછી તેમણે આ પત્ર પોતાના લગ્નના લહેંગાના પલ્લું પર છપાવ્યો અને આવી રીતે તેમણે પોતાના લગ્નમાં પિતાને યાદ કર્યા આ સમયે તેમનો દેખાવ ઘણો જ સાદો પણ આકર્ષક લાગતો હતો. હાલમાં તેમના ફોટા અને વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે તમે પણ જુઓ આ વિડિઓ.
View this post on Instagram
