Gujarat

મોરબીમાં આવેલ ‘ બચુદાદા કા ઢાબા ” જ્યાં ભૂખ્યા ને ભોજન મળે છે, 72 વર્ષના બાપાએ શરૂ કરેલ ઢાબો આજે…

ભૂખ્યાને ભોજન કરાવવું એનાથી આ મોટું પુણ્ય આ જગમાં બીજું કંઈ જ નથી. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેમણે પોતાની આજીવિકા ની સાથો સાથ ભૂખ્યાનાં પેટ ભરવાનું ભગીરથ કાર્ય શરૂ કરેલ છે. કહેવાય છે ને કે, કોઈના પેટ ની આંતરડી ઠારવી એ સદ્દકાર્ય છે. ત્યારે ચાલો અમે આપને એન એવા ઢાબા વિશે જણાવીએ જે, કોઈ નફા ખાતર નહિ પણ માત્ર ભૂખ્યા લોકો ને ભોજન મળી રહે તે માટે શરૂ કરેલ છે.

જ્યારે પણ મોરબી શહેરમાં આવવાનું થાય ત્યારે મોરબીના મૂળ રંગપર ગામના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં સ્થાયી થયેલા અને ખાસ કરીને શહેરના સ્ટેશન રોડ ઉપર સુરજબાગની દીવાલે નાની એવી ઝૂંપડી બનાવીને 72 વર્ષના બચુ દાદાની નાની એવી કેબીન છે જે, બચુ બાપાના ઢાબા તરીકે ઓળખાય છે. આ બાપા વર્ષો થી લોકોને ભોજન કરાવે છે.
માત્ર રૂ.40 માં ભુખ્યાજનોને ભરપેટ ભોજન કરાવે છે. આ સિવાય જો કોઈ તેનાથી ઓછા એટલે રૂ.10 કે 20 રૂપિયા આપે તો પણ રાજીપો વ્યક્ત કરીને એ રકમ લઈ લે છે અને કદાચ કોઈ દરિદ્ર રકમ ન આપે તો પણ તેઓ તેમને પ્રેમથી આરોગ્ય પ્રદ ભરપેટ ભોજન કરાવે છે. આવા તો અનેક લોકોને તેઓ રોજ જમાડે છે.જોકે આ ભાવ તો તેમણે માત્ર શાક પાંદડાનો ખર્ચ કાઢવા માટે રાખ્યો છે.

પોતાની આજીવિકા માટે નહીં.આ ઢાબા પાછળ એમનો કમાણી કરવાનો કોઈ આશય નથી. માત્ર ઓછો રૂપિયામાં પણ ગરીબ લોકો ભરપેટ ભોજન કરી શકે તેવો જ તેમનો ઉદેશ્ય છે. બચુ દાદા કહે છે કે, 35 પહેલા તેમને મોરારીબાપુ સાથે મળવાનું થયું હતું. ત્યારે મોરારીબાપુએ લોકોને ઉપયોગ સારું કાર્ય કરવાની શીખ આપી હતી. ત્યારથી બચુ દાદાએ આ સેવાયજ્ઞ ચાલુ કર્યો અને આજે 72 ની ઉમેરે પણ નિસ્વાર્થ ભાવે લોકોને પ્રેમથી જમાડીને જીવશે ત્યાં સુધી આ સેવાયજ્ઞ ચાલુ રાખવાનું જણાવ્યું છે.

રૂ.40 માં ત્રણ સ્વાદિષ્ટ શાક, રોટલી દાળભાત, છાશ, પાપડ, અથાણા હોય છે. ટૂંકમાં ભુખ્યાજનોને ઓડકાર આવી જાય તેટલુ જમવાનું પરિસે છે દરરોજ બચુ દાદાના ઢાબામાં 100 જેટલા લોકો જમવા આવે છે. તેમાંથી 10 લોકો એવા હોય છે કે જેમની પાસે પૈસા હોતા નથી પણ આ દાદાનો પ્રેમાળ સ્વભાવને કારણે તેમના ઢાબામાં કોઈ જમ્યા વગર જતા નથી. બચુ દાદા પરિવાર સાથે રહીને 40 વર્ષ પહેલા ગાંઠિયાની લારી ચલાવતા હતા. પણ તેમના પત્નીનું અવસાન થયું હતું અને એક જ દીકરી પણ પરણીને સાસરે જતી રહી છે.

અહી ભલે પૈસા વિના જ જમાડવામાં આવતા હોય પરંતુ અહી બચુદાદા ના પ્રેમનો સ્વાદ ભોજન ને વધુ સ્વાદીસ્ટ બનાવે છે અને બચુદાદાની સેવાની સુવાસ વધુને વધુ ફેલાઈ રહી છે જેના કારણે વધુ ને વધુ ગરીબોના એક ટંકના જમવાનો પ્રબધ પણ બચુદાદાના માધ્યમથી કુદરત જ કરી રહી છે. ખરેખર બચુ દાદા જે કરી રહ્યા છે, તે ખૂબ જ સરહાનીય છે. જો તમેં મોરબી આવો તો આ બાપાની અવશ્ય મુલાકાત લેજો અને અહીંયા ભોજન કરવાનું ભૂલશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!