પતંગ પકડવા જતા 11 હજાર વોલ્ટ નો વાયર પકડી લેતા બાળક કરંડ લાગવાથી કોમા મા જતો રહ્યો
ઉતરાયણ ને હવે એક જ દિવસની વાર છે ત્યારે બાળકો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાથે અનેક ઘટના એવી પણ સામે આવી રહી છે જે ઘણી ચિંતાજનક છે. થોડા દિવસ અગાવજ જ વડોદરા મા એક્ટીવા પર જઈ રહેલી એક મહીલાના ગળા મા પતંગ ની દોરી ફસાતા કરુણ મોત નિપજ્યું હતુ. ત્યારે ફરી એક ઘટના નડીયાદ મા સામે આવી છે જેમા એક 9 વર્ષ ના બાળક ને કરંટ વાગ્યો હતો.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર નડીયાદ ના એક 9 વર્ષિય બાળક પતંગ પકડવા જતો હતો ત્યારે ધાબા ની બાજુ માથી પસાર થતા 11 હજાર હોલ્ટ વાળા વાયરને છે પકડી લીધો હતો અને બાળક ને જોરદાર કરંટ લાગવાની સાથે દુર સુધી ફંગોળાઈ ગયો હતો અને આખુ શરીર લીલુ પડી ગયુ હતુ. કરંટ લાગવાની સાથે જ પરીવારે તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલે ખસેડ્યો હતો.
હોસ્પીટલ મા જાણવા મળ્યુ હતુ કે બાળકનું હૃદય બંધ પડી ગયું, શરીર ભુરું પડી ગયું અને નાક-મોઢામાંથી લોહી વહી ગયું હતુ., ખેંચ આવવા લાગી અને તે કોમામાં સરી પડયો હતો. બાદ મા વધુ સારવાર માટે બાળક ને તાત્કાલીક અમદાવાદ ની હોસ્પીટલ મા ખસેડવામાં આવ્યો હતો. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના પ્રાથમિક તારણમાં જોવા મળ્યું કે બાળકનું હૃદય માત્ર ૫ થી ૧૦% પંપિગ કરતું હતું, અત્યંત નાજુક થઇ ગયેલા ફેફસામાંથી લોહી આવી રહ્યું હતું, મગજ ઉપર સોજો આવી ગયો હતો, કિડની -લિવરને પણ નુકસાન થયું હતું.
અમદાવાદ ની હોસ્પીટલ મા મળેલી તાત્કાલીક વેન્ટીલેટર ની સારવાર અને લોહી બંધ કરવા માટે ડોકટર દ્વારા અલગ અલગ ઈન્જેકશન લગાવવા મા આવ્યા હતા. સાત દિવસ ની સતત અકસ્માતો સારવાર બાદ બાળક ની સ્થિતી મા સુધારો જોવા મળ્યો હતી અને 12 મા દિવસે રજા આપવામા આવી હતી. ડોકટરે ના જણાવ્યા અનુસાર બાળક સાથે આવી ગંભીર ઘટના બન્યા બાદ પણ તે હાલ સંપુણ સુરક્ષીત છે.
