Gujarat

2008 મા શરુ થયેલી ગુજરતની આ કંપની આજે અનેક મોટી કંપનીઓ ને ટક્કર આપે છે. ગુજરાત ના આ જગ્યા પર….

આપણા જીવનમાં શરીરને ઠંડક આપે એ આઇસ્ક્રીમ! આજે બજારમાં અનેક આઇસ્ક્રીમની કંપનીઓ છે, ત્યારે એ દરેક કંપનીઓ પોતાની ગુણવતા અને સ્વાદના લીધે લોકોમાં લોકપ્રિય હોય છે, ત્યારે આજે આપણે એક એવી કંપની ની વાત કરીશું જેની શરૂઆત માત્ર 14 વર્ષ થયાં છે પરતું આજે આ કંપની એટલી સફળતા મેળવી છે કે, તેના આઇસ્ક્રીમ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં સપ્લાય થાય છે. આજે ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં આ કંપનીના એજન્સીઓ આવેલ છે, સાથો સાથ હવે આઇસ્ક્રીમ પાલર્ર કુડોઝ પણ આવેલી છે, જે યુવા પેઢીઓમાં લોકપ્રિય બની ગઈ છે.

ઓછા સમયમાં આટલી ભવ્ય સફળતા પ્રાપ્ત કરવા પાછળ એક ગુજરાતીનો જ હાથ હોય શકે છે. આ વ્યક્તિ એટલે હિંમતલાલ ગોરધન લાલ પોકિયા જેમણે રાજકોટના દેરડી ખાતે વર્ષ 2008નાં ખુશ્બૂ આઇસ્ક્રીમની શરૂઆત કરેલ અને જ્યારે તેમને શરૂઆત કરી ત્યારે કંપનીમાં કોઈપણ કારીગર કે અન્ય માણસો પણ નોહતા રાખેલ અને બધું જ પોતે જાતે મહેનત કરતાં. કહેવાય છે ને કે, જો વ્યક્તિ ધારે તો જીવનમાં કોઈપણ રીતે સફળતાનાં સોંપાનો સર કરી લે છે.

હિંમતલાલનો પરિવાર અત્યંત ગરીબ હતો પરંતુ હિંમતલાલમાં બાળપણ થી એક આશા અને ઈચ્છા હતી કે, મોટું થઈને પોતાનો ધંધો કરવો હતો. ત્યારે આજે એમનું સપનું સાકાર થઈ ગયું પરંતુ આ સફળતા પાછળ તેમની દિવસ-રાત સંઘર્ષ કરીને આ મુકામ સુધી પોંહચી ગયા છે. આ કંપનીની પાછળ ની સફળતાનું રહસ્ય છે, કંપનીમાં માપદંડ અને મૂલ્યોનાં લીધે સફળતા મેળવી લીધી છે. આજે આ કંપની ગુજરાતમાં લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ છે, ખરેખર આટલી સફળતા અમસ્તા જ નથી મળી જતી તેના માટે અનેકગણું સંઘર્ષ અને મુશ્કેલીઓ વેઠવી પડે છે.

ગ્રાહકોને સારામાં સારી ક્વોલિટી પુરી પાડવી એજ એમનો ઉદ્દેશ હતો અને ખાસ કરીને કંપનીની પ્રામાણિકતા, ગુણવત્તા અને સખત મહેનત ની સાથો સાથ પડકારોનો સામનો કરવો તેમજ આજીવન ગ્રાહકો સાથે સંબંધ બાંધી રાખવો એજ કંપનીની સફળતા છે. ખરેખર કંપનીને બજારના સાચી ઓળખ ત્યારે મળી જ્યારે માવા મલાઈ, મેંગો ડોલી અને અને સન્ડે સ્પેશિયલ આઇસ્ક્રીમની માર્કેટમાં ડિમાન્ડ વધવા લાગી ત્યારે ખુશ્બુ આઇસ્ક્રીમ સફળતાનાં શીખરે પોંહચ્યું! આજે એક લાખ થી વધારે લોકોની આજીવીકા બની ગઈ છે કંપની અને આ શ્રેય હિંમતલાલજીને ફાળે જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!