Gujarat

આજના સમાચાર

દુનીયા મા સૌથી મોટો ધર્મ હોય તો એ માનવતા નો ધર્મ જયારે કોઈ એક વક્તિ બીજા વ્યકતિ ને નિસ્વાર્થ ભાવે મદદ કરે છે ત્યારે કોઈ ધર્મ જોતો નથી. બસ માનવતા ની ભાવના થી મદદ કરતો હોય છે. ત્યારે આજે એક એવી જ ઘટના ની વાત કરવાની છે જેમા માનવતા જોવા મળી છે અને એક અનોખુ ઉદાહરણ પુરુ પાડયું છે.

આપણે જે ઘટના ની વાત કરવા ના છીએ એ ઘટના અંગે મહીપતસિંહ ચૌહાણે પોતાના ફેસબુક પેજ પર જણાવેલી છે. મહીપતસિંહ ચૌહાણ ને કોણ નથી જાણતું તેવો ખેડાના લવાલ ગામ ના સરપંચ છે અને પોતાના ગામ ને એક આદર્શ ગામ બનાવ્યું છે. અને એક યુવા લીડર નો ચેહરો છે. અનેક વખત તેવો લોકો ના હક અને અધીકારી માટે નુ કામ કરતા હોય છે ત્યારે ફરી માનવતા મહેંકી ઉઠે તેવુ કામ કર્યુ છે.

મહીપતસિંહ ચૌહાણ પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં તેવો એ જણાવ્યુ હતુ કે કોઈ યુવકે તેની પાસે મદદ માંગી અને તેવો એ યુવક ને કેવી રીતે મદદ કરી તે સંપુણ બાબત આ પોસ્ટ મા જણાવી હતી.

મહીપત સિંહ ચૌહાણે પોતાનીસ ફેસબુક પોસ્ટ મા જણાવ્યું હતુ કે “હું વોટ્સએપમાં મેસેજ બહુજ ઓછા વાંચું છું રાત્રે સૂતી વખતે વોટ્સએપ ચેક કરતા બહુ બધા મેસેજ માં એક મેસેજ આવ્યો હતો કે બાપુ હું હાલ બેરોજગાર છું મારે શાકભાજીનો ધંધો કરવો છે પણ મારી પાસે મૂડી નથી જો આપ મને મદદ કરો તો હું મારી તકલીફો માથી બહાર નીકળી શકું.. મેં રીપ્લાય આપ્યો કે રવિવારે આપડી હોસ્ટેલનું કામ ચાલે છે ત્યાં આવી જજો.. આ યુવાન આણંદ પાસે ના એક ગામનો હતો

મેં પૂછ્યું કે શાકભાજી માટે કેટલા પૈસા જોઉએ તો એ બોલ્યો આપ જેટલી હેલ્પ કરી શકો એ દિવસે મારા પાકિટમાં 4400 રૂપિયા હતા…મેં 100 રૂપિયા રાખી 4300 એને આપ્યા અને કીધું કે ઘટે તો કોલ કરજે… આગળ વાત ચાલી મેં પૂછ્યું લારી છે કે નહીં ??? ભાઈ બોલ્યો હા છેને એતો માત્ર 20 રૂપિયામાં ભાડે મળી જાય… મેં કીધું ચાલ હું તને લારી લઈ આપું મને 20 રૂપિયા રોજ ગૂગલ પે કરી દેજે જ્યાં સુધી લારીની રકમ પુરી ના થાય ત્યાં સુધી…( એને મદદ લેવામાં વાંધો ના આવે) એજ દિવસે આણંદથી 7800 ની લારી લઈ આપી અને બીજે જ દિવસથી ભાઈ એ શાકભાજી નો ધંધો શરૂ કરી દીધો…ગઈ કાલે એનો કોલ આવ્યો હતો કીધુ કે સાહેબ આજે 400 રૂપિયા કમાયો….

મને આ મદદ કર્યાનો ખુબજ આનંદ થયો… આ વાત અહીંયા એટલે શેર કરું છું કે આપણી નાની મદદ કદાચ કોઈ નું જીવન બદલવા કામ આવી જાય.. હું પણ સામાન્ય માણસ છું આજે પણ ઘણાલોકો મારી મદદ કરે છે પરંતુ હું કોઈની સામાન્ય મદદ તો કરી શકું છું…બસ આ આજે ફોટા જોયા તો તમને શેર કરવાનું મન થયું એટલે શેર કર્યું…..”

ખરેખર મહિપતસિંહ જેવા લીડરો જો આગળ આવશે તો ઘણા લોકો નુ કલ્યાણ થશે અને મદદ થશે ખરેખર યુવા સરપંચ મહીપતસિંહ ને સલામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!