Gujarat

આજના સમાચાર 3

એક શહેરની પ્રગતિ શું હોય ? , સારા રસ્તાઓ , સરસ મજાનાં ચોક બગીચા , હાઈરાઈસ બિલ્ડિંગ્સ,અને રહેવાશીઓ માટે રહેવા-જીવવાની ઉતમ વ્યવસ્થા . એવું જ ને ! પણ શું, આ વ્યાખ્યામા આવતા જ કોઈ પણ શહેરનો સમાજ પણ પ્રગતિશીલ કહી શકાય ? , કારણ મોટી ઇમારતો એ કોઈ શહેરની સુખી હોવાની સાબિતી હોય શકે,પણ એક સમાજ તો ત્યારેજ સુખી અને સમૃદ્ધ કહેવાય જ્યારે તેમાં વસતા તમામ જીવ તેના હક નું જીવન નિર્ભય રીતે જીવી શકતા હોય .અને આ દુનિયા કઈ ખાલી માણસોનુ જ મુકામ નથી .પણ લાખો કરડો અબોલ જીવોનું પણ મુકામ છે . આજે વિકાસ અને આગળ વધી જવાની લાય માં શહેરો વિસ્તારતા જ જાય છે લોકો ના કાફલા શહેરો તરફ ખડકતા જાય છે , આમ ને આમ આપણે બે પગ અને એક સબળ મગજ વાળૂ પ્રાણી કઈક અબોલ જીવો ના આસરા સમાન વૃક્ષો કાપી પોતાના મકાન બંધતો જાય છે…અને હરખાય છે કે મે પ્રગતિ કરી શું આ છે આપણી પ્રગતિ ? કે ઘર ઘર જે પક્ષી ચી ચી કરી રદ્ધિ ભરી દેતું “ ચકલું “ આજે દુર્લભ થતું જાય છે. પહેલા કાગડા અને હવે ચકલી આપણી આસ પાસ જોવાય નથી મળતી. પણ આ વસવાસા નો ઉપાય શોધ્યો એક સાએન્સ ટીચર ચાવડા સાહેબે.

તો વાત જાણે એમ છે કે જુનાગઢ શહેરની જૂની અને જાણીતી હાઈસ્કૂલ વેવેકાનંદ માં હાઈર્સેકોંડરીમાં ફિસિક્ક્સ જેવા જટિલ વિષય ના શિક્ષક તેમજ હેડ એવા શ્રી કમલેશકુમાર ચાવડાણે બાળપણથી જ ચકલીઓ સાથે અનહદ લગાવ તેમાંજ શબ્દો માં કહીયે કે એમના બાળપણ માં ઘરમાં ચકલીની આવ જા એક સામાન્ય વાત હતી , પણ સમય જતાં આ નાનકડા જીવની આવ જા તો ઘટી જ ગઈ પણ તેનું દેખાવું પણ ઓછું થવા લાગ્યું. અને એક દિવસ અચાનકએક ચકલી તેમના ઘરમાં દેખાય , આખું કુટુંબ તેની આગતા સ્વાગતા માં લાગી ગયું..પુઠાનું એક ઘર બનાવી તેમાં ચકલી ની રહેવાની વ્યવસ્થા પણ કરી ,થોડા સમય માં ચકલી ના ઈંડા માઠી બચ્ચા બહાર આવ્યા ,પણ પુઠાનું એ ઘર વજન ના ખામી શકતા બચ્ચા સહિત ઘર નીચે પડ્યું અને બચ્ચા મારી ગયા. આપણે એમ થાય કે હ આવું તો આપણે પણ કરીએજ છીએ અને બચ્ચા મારી જાય તો દુખ પણ થાય આમાં નવું શું ? પણ અહી નવો છે એમનો નિર્ણય .

ચકલીના બચ્ચાના મોત ની એમના મન પર એક સવાલ સારું કર્યો કે સુ આ જીવ ને જીવવાનો અધિકાર નથી?, તમામ જીવ માટે આ દુનિયા ઈશ્વર તરફ થી મળેલ ભેટ છે . તો શ માટે આ અબોલ જીવ ને ઘર વિહોણું થઈ ભટકવું પડે ? અને આ સવાલ ના જવાબ માટે તેઓ એ કમર કાશી . પોતાના પક્ષી પ્રેમી મિત્રો ની મદદ અને માર્ગ દર્શન લઈ ચકલી ની સાઇઝ , આદત આને અનુકૂળતા ને ધ્યાન માં લઈ પ્લાય માથી ઘર બનવાવનું ચાલુ કર્યું, આ સત્કાર્ય માં પત્ની અને પરિવાર નો સાથ મળતા જ આ ભગીરથ કાર્ય ગતિશીલ બની ગયું 2010 ની સાલ માં 100 ચકલી ના ઘર બનાવ્યા અને આજે 10 વર્ષ પછી હજારો ઘર બનાવી લીધેલ છે . માત્ર બનાવટ માં થતાં ખર્ચ ને પહોચી નિભાવી શકાય એટલી જ કિમત રાખી ચકલી ના માળા વહેચવા નું કામ કરે છે ,

અને આસાય માત્ર એજ કે આપણી વ્હાલી નાની દેશી ચકલીઑ લુપ્ત ના થઈ જાય. ચવડા સાહેબ તેમને મળતા તમામ લોકો ને ચકલીનું આપડી આસપઆસ હોવું કેટલું ફાયદાકારક છે તે સમજાવતા જણાવે છે કે ચકલી ના બચ્ચા જન્મના પંદર દિવસ કોઈ અનાજ ખાતા નથી એ માત્ર કિટકો અને જીવાત જ ખાય છે અને એટલા માટે જો ચકલી આપણી ઘર ની આસપાસ તેના બચ્ચાને જન્મ આપે તો લગભગ 100 મીટર ના આરીયા માં રહેલ જીવાત કે કિટકો નો નાશ થઈ જશે. ચકલી બાજરો , કાંગ કે રાંધેલા ચોખા , રોટલી ખાય છે. ચકલીનું આપણું આસપાસ હોવું એટ્લે આપણું પ્રકૃતિની પડખે હોવા જેવુ જ છે.

જુનાગઢ માં ગિરનાર રોડ પર તેઓએ ખાસ ચ્ક્લીના ઘર બનાવવા માટે નાની ફેક્ટરિ જ ખોલી લીધી છે જ્યાં તેઓ આ નાનકડા જીવને બચવવા ના કાર્ય માં નિવૃતિ પછી પણ પુષ્કળ વ્યસ્ત રહે છે. સમાજ માં નવી પહેલ એક શિક્ષક જ કરી શકે એ વાત તેમણે મળ્યા પછી સમજાય જાય.

-Zankhna Ashish Bhatt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!