Gujarat

ચાઈનીઝ.. દોરી થી એવી દુર્ઘટના સર્જાઈ કે માસુમ બાળક ના પ્રાણ પંખેરુ ઉડી ગયા…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે પણ દર વર્ષે ઉત્તરાયણનું પર્વ આવે છે, ત્યારે અનેક એવી દુર્ઘટનાઓ બનતી હોય છે, જેનાથી અનેક લોકોના જીવ જતા હોય છે.આ ઘટનાઓનું કારણ પતંગ અને દિવાળી હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે, દરેક તહેવારોમાં આ તહેવાર એવો છે, જેમાં આનંદ વધુ આવે છે, પરતું આ તહેવાર અનેક લોકોના જીવનું ભોગનું કારણ બને છે, જેમાં જવાબર માત્ર આપણે જ છીએ કારણ કે, ક્યારેક પતંગ ચગાવવામાં આપણે એટલા મશગુલ બનીએ છે કે, પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દઈએ છીએ.

હાલમાં હજુ તો ગઈ કાલે જ ઉત્તરાય ગઇ છે, ત્યારે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે જેમાં ગઈ કાલે જ એક બાળક પોતાનો જીવ ગુમાવ્યો. આપણે જાણીએ છે કે, દર વર્ષે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે તપાસ કરવામાં આવે છે. ત્યાતે હાલમાં જ પાટણ શહેરના કેટલાક વેપારીઓ દ્વારા તંત્રની નજર ચૂકવીને મોટા પાયે ચાઇનીઝ દોરીનું વેચાણ કર્યું છે.

આ જ ચાઈનીઝ દોરીના લીધે ગઈકાલે એક છોકરો ચાઇનીઝ દોરી વાળો પતંગ લૂંટવા જતાં 14 વર્ષના માસૂમ બાળકનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત નીપજયું.ખરેખર આ ઘટનાને કારણે પરિવાર જનોમાં પણ શોકની લાગણીઓ છવાઈ ગઈ છે, એક તરફ લોકો તહેવારો ઉજવવામાં વ્યસ્ત હતા અને બીજી તરફ આ પરિવારે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવી દીધો. એ વાત સત્ય છે કે, પર્વમાં અનેક ગણી પતંગો હોવા છતાંય લોકો કપાયેલી પતંગ પકડવામાં મશગુલ થઈ જાય છે. આ જ પતંગ ક્યારેક મુત્યુનું કારણ બની જાય છે.

એ વાત પણ સત્ય છે કે, એક તરફ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને પ્રતિબંધીત ચાઈનીઝ દોરી નહીં વેચવા અપીલ કરી હોવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કર્યું અને આ ઘટના પણ એ દિવસે જ બની ગઈ અને ચાઈનીઝ દોરા લેવા માટે બાળકે પોતાનો જીવ ગુમાવી દીધો. મૃતક બાળકની આત્માને શાંતિ મળે એજ ઇશ્વરને પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!