આ મહીલા ના સાહસ ને સલામ ! બસને ખીણ મા પડતી રોકી 24 લોકો ના જીવ બચાવ્યા..
આજના સમયમાં પુરુષો થી વધારે મહિલાઓની સાહસ ની કથાઓ વધુ જાણવા મળે છે.હાલમાં જ એક એવી ઘટના બની જેના 24 લોકોનો જીવ બચી ગયો. સમજદારી અને સાવેચતી પૂર્વક એક મહિલાએ સમયસર એવું પગલું ભર્યું જેના લીધે આજે મોટી આફત સર્જાતા બચી ગઈ. કહેવાય છે ને કે સંકટ સમયે માણસનાં રૂપમાં ક્યારેક ભગવાન કોઈને કંઈક એવું સુજાવે છે કે, મોટી આફત ટળી જાય છે.હાલમાં જ દિવ્ય ભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,મહિલા યાત્રીએ સ્ટીયરિંગ સંભાળીને બસને ખીણમાં પડતાં બચાવી, 10 કિમી સુધી બસ પણ ચલાવી.
આજે આ વાત પરથી સત્ય સાબિત થઈ ગયું છે કે, દીકરાઓની જેમ દીકરીઓને પણ ડ્રાઇવિંગ શીખવું જોઈએ, જેથી ક્યારેક આફત નાં સમયે ક્યારેક કામ આવી શકે. આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ વીગતો જણાવીએ કે, આખરવા આ બનાવ કંઈ રીતે બન્યો. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પુણેમાં ઝડપથી દોડતી સરકારી બસના ડ્રાઈવરને અચાનક જ વાઈ આવી હતી અને તે સ્ટીયરિંગ સીટ પરથી પડી ગયો. બસ બેકાબૂ થઈને ખીણમાં પડવાની જ હતી કે બસમાં સવાર એક મહિલાએ અદમ્ય સાહસ દાખવીને 24 લોકોના જીવ બચાવ્યા.
ખરેખર સમયસર આ મહિલા એ સ્ફૂર્તિ દેખાડીને બસનું સ્ટીયરિંગ સંભાળ્યું અને બસને ખીણમાં પડતાં બચાવી હતી. મહિલાના આ સાહસિકતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે બસ ચલાવતા નજરે પડે છે.યોગિતા ધર્મેન્દ્ર સાતવ નામની મહિલાએ. 42 વર્ષનાં યોગિતાએ ન માત્ર બસને ખીણમાં ખાબકતાં ઉગારી, પરંતુ તેને 10 કિલોમીટર સુધી ચલાવીને તમામ યાત્રિકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યાં.કાર ચલાવવાનું જાણતાં હતાં, પરંતુ ક્યારેય બસ ચલાવી ન હતી. ડ્રાઈવર અને અન્ય યાત્રીઓના જીવ ખતરામાં જોતાં બસ ચલાવવાનો નિર્ણય લીધો. મૂર્છિત ડ્રાઈવરને સાઈડમાં કર્યો અને તે પછી બસનું સ્ટીયરિંગ સંભાળ્યું. સૌથી પહેલા ડ્રાઈવરને સારવારની જરૂર હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને પછી અન્ય સાથી મહિલા યાત્રિકોને તેના ડેસ્ટિનેશન સુધી પહોંચાડ્યા
જાણકારી મુજબ પુણેના વાઘોલીની 23 મહિલાઓનું ગ્રુપ 7 જાન્યુઆરીએ શિરુર તાલુકાના મોરાચી ચિંચોલીમાં ફરવા માટે ગયા હતા. ત્યારે જ આ ઘટના ઘટી હતી. બસમાં સવાર મહિલાઓ અને તેમની સાથેના બાળકો જ્યારે ડરી ગયા અને બુમો પાડવા લાગ્યા તેમજ રડવાનું શરૂ કર્યું અને યોગીતાએ મોટી આફત ઘટે નહીં એટલે સમયસર તેને બસ ચલાવી અને લોકોનો જીવ બચાવ્યો. આ સરહાનીય કામગીરી બદલ બાઘોલી ગામના પૂર્વ સરપંચ જયશ્રી સાતવ પાટીલે પોતાના સહયોગી અને પિકનિકના આયોજક આશા વાઘમારેની સાથે યોગિતા સાતવના ઘરે જઈને તેમને સન્માનિત કર્યાં અને યોગીતા એ જે કામ કર્યું કે ખૂબ જ હિંમતવાળું કામ છે.સમાજમાં એક દાખલો બેસાડ્યો કે સ્ત્રીઓ પણ કંઈ પણ કરી શકે છે.
