Gujarat

અંબાલાલ પટેલ ની મહત્વ ની આગાહી તારીખ 20 થી 25 જાન્યુઆરી વચ્ચે ફરી….

હાલમાં એક તરફ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ફરી એક વખત આંબાલાલ પટેલ ફરી એક વખત આગાહી કરી છે. ત્યારે તમને જાણીને ને ચોકી જશો કે, જાન્યુઆરીમાં માવઠું થવાની શકયતા છે. ત્યારે તમામ ખેડૂતોને એ આ આગાહી ને ચેતવણીનાં રૂપમાં લેવાની ખૂબ જ જરુર છે. ચાલો અમે આપને આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતગાર કરીએ કે, આખરે આંબાલાલ પટેલ એવી તે કંઈ મહત્વની આગાહી કરી જેનાં લીધે ખેડૂતો એ વધુ ચિંતિત બનવું પડશે. હજું તો થોડા દિવસો પહેલા જ ઠંડીનું પ્રમાણ વધી જશે એવી આગાહી કરવામાં આવી હતી અને ખરેખર એ પ્રમાણે અનેક શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું, ત્યારે આવી ઠંડીમાં માવઠું પડવાની શકયતા.

આ આગાહી વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો જાણવા મળ્યું છે કે, હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવશે અને જેના મુજબ અંબાલાલ પટેલે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં 20 થી22 જાન્યુ.એ રાજ્યમા વાદળછાયુ વાતાવરણ રહેવા સાથે  ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. દરમિયાન હવામાનની વિપરીત અસરને કારણે સ્હેજ માવઠુ થવાની સંભાવના છે.

આ કારણે ખાસ કરીને ખેડુતો ને વધુ ચિંતા રહેશે, કારણે ખાસ કરીને જીરુ , શાકભાજીના પાકોમા નુકશાનની સંભાવના છે.  ઉભા કૃષિપાકોમા પાક સંરક્ષણ માટે ખાસ પગલા લેવાનું કહેવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી છે. વધુમાં કપાસ અને દિવેલાના પાકો મા  આવાની શક્યતા રહેશે. કેટલાક પાક કોકડાઇ જવાની શક્યતા રહેશે તો મરચા જેવા પાકમા કોકડવા આવશે અને  પહોળા પાન વાળા પાકમાં હીમની અસર થવાની શક્યતા પણ જોવાઈ રહી છે.

જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં અને ફેબ્રુઆરી માસમાં હીમપ્રપાતની પણ સંભાવનાઓ છે. ખેડૂતો માટે આવા સમયે પિયત આપવું સારુ રહેશે. આગામી બે દિવસ પછી ઠંડીમા તા. 20 થી 25 જાન્યુ.  દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ સુધી  ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે ને કરા પણ પડવાની સંભાવના છે.આ જ કારણે ગુજરાતનું પણ હવામાન પલટાઈ શકે છે. ત્યારે ખાસ કરીને ખેડૂતો માટે વધુ ચિંતાનો વિષય છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા સુચનોનું પાલન કરવું જરુરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!