ઓહ અમદાવાદ મા મળે છે ઓરીયો બીસ્કીટ ના ભજીયા ! વિડીયો જોઈ ખાવાનું મન થય જશે
તમે ભજીયામાં મેથીના ગોટા, મરચાના ભજીયા, બટાટાવડા, દાળવડા વગેરેના ટેસ્ટ ચોક્કસ કર્યા હશે. પણ તમને એમ કહેવામાં આવે કે અમદાવાદમાં ઓરિયો બિસ્કીટના ભજીયા મળે છે તો? પહેલાં તો તમને વિશ્વાસ નહીં આવે, પણ આ વાત સાચી છે.અમદાવાદમાં આવેલ રોકડીયા ભજીયા ની દુકાનમાં ઓરિયાના ભજીયા બનાવવાના બનાવવામાં આવે છે. પહેલાં ઓરિયો બિસ્કીટના ભજીયા બનાવવાનું શરૂ કર્યુ. લોકોને પહેલાં એમ લાગતુ કે ઓરિયો બિસ્કીટના ભજીયા તો કંઈ હોતા હશે. પણ જેમ જેમ લોકોને ખબર પડવા લાગી તેમ તેમ લોકો ઓરિયો ભજીયા માગવા લાગ્યા. લોકોને પણ મજા આવવા લાગી.
ઓરિયો ભજીયાની સાથો સાથ ભરેલા મરચાના ભજીયા, લસણિયા ભજીયા, ખજૂરના ભજીયા, ટામેટાના ભજીયા, વાટીદાળના ભજીયા, બટાટાવડા, બટાટાના ચિપ્સના ભજીયા વગેરે પ્રખ્યાત હોય છે.ગ્રાહકોને ક્વોલિટી મળી રહે એ જે રીતે ઓરિયા બિસ્કીટના ભજીયા ને બદળે ભવિષ્યમાં બીજી કોઈ ચીજવસ્તુનો ઉપયોગ કરીને ભજીયાની નવી રીત પણ વિકસાવવાનો પ્રયાસ કરી શકાય તો નવીન ન કહેવાય!
ઓરિયો બિસ્કીટના ભજીયા અન્ય ભજીયાની જેમ ચટાકેદાર નહીં પણ સ્વાદમાં ગળચટ્ટા હોય છે. તેની સાથે ગ્રાહકોને કડી નહીં પણ ખજૂરની ચટણી પિરસવામાં આવે છે. ગ્રાહકો પણ આ ઓરિયો બિસ્કીટના ભજીયા ખાઈને કહી ઊઠે છે કે, મજા આવી ગઈ હોં! આ દિવસોમાં ઓરિયો બિસ્કિટના ભજીયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયો બ્લોગર અમર સિરોહીએ પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. સિરોહીએ કહ્યું કે આ અદ્ભુત વાનગીએ તેને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરી દીધી. તે કહે છે કે આ વિચિત્ર વાનગી તાજેતરની નથી, પરંતુ છેલ્લા 15-20 વર્ષથી ખાસ કરીને યુવાનોમાં વધુ પ્રખ્યાત છે.
આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વાસ્તવમાં આ ઓરિયો ભજીયા અમદાવાદમાં રોકડિયા ભજીયા નામના સ્ટોલ પર વેચાઈ રહ્યા છે. વિડીયોમાં ઓરીઓ બિસ્કીટ ભજીયા કેવી રીતે બનાવવા તે સારી રીતે સમજાવવામાં આવ્યું છે. ઓરિયો બિસ્કિટના ભજીયાનો ભાવ 100 ગ્રામ માટે 20 રૂપિયા છે. જો તમે પણ અમદાવાદમાં આવો તો એકવાર આ ભજિયાનો સ્વાદ જરૂર માણજો.
