સાસરીયા વાળાના ત્રાસથી પરિણીતા આ આપઘાત કરી લીધો ! સ્યુસાઈડ નોટ મા સસરા અને દેર વિશે એવી હકીકત જણાવી કે વાંચી ને રુવાટા ઉભા થય જશે…
આપણા સમાજમાં આજે પણ એવા ઘણા લોકો છે, જે પોતાના ઘરની પુત્રવધુ પર અત્યાચાર અને મારપીટ કરતા હોય છે. આપણા દેશમાં ઘરેલું હિંસાનાં કેસ બહુ બને છે, જેમાં ભાગ્યે જ ફરિયાદ નોંધાતી હોય છે. ત્યારે અનેક મહિલાઓ એવી હોય છે કે, જે આવી હિંસાઓને સહન કરે છે. ખરેખર ક્યારેક તો એવી દુઃખદ પરિસ્થિતિ આવે છે કે, મહિલા ઘરનાં લોકોના ત્રાસ થી આત્મહત્યા કરી લે છે. હાલમાં જ એક એવી ઘટના બની કે,પરીણીતા પર સાસરીયા વાળા એ એવો અત્યાચાર ગુજાર્યો કેજાણી ને રુવાટા ઉભા થય જશે ! 6 પેજની સ્યુસાઈડ નોટમાં તમામ હકીકત જણાવી.
ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અજમેરમાં એક મહિલાએ તેના પતિના આડા લગ્નેતર સંબંધો અને સાસરિયાઓથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી હતી. ચોંકાવી દેનાર અને શરમજનક વાત એ છે કે, સસરાવહુ પર પણ શારીરિક અને માનસિક શોષણનો કરતા હતા. પીડિત મહિલાએ આત્મહત્યા પહેલા તેણે 6 પાનાની સુસાઈડ નોટ પણ લખી છે. વૈશાલીનગરની શિવ સાગર કોલોનીમાં રહેતા મધુસુદન સોમાણીની પુત્રી અનુરાધા એ આપઘાત કર્યો તે સમયે ઘરમાં માત્ર તેની 2 વર્ષની પુત્રી અનન્યા હતી.

માતા-પિતા અને ભાઈ બહારગામ ગયા હતા. તેના પિતા શિવશંકર સોમાણી અને ભાઈ સર્વેશ્વરનો આરોપ છે કે તે લાંબા સમયથી મુશ્કેલીમાં હતી. આવી સ્થિતિમાં દુઃખી થઈને તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું છે. અનુરાધાએ આત્મહત્યા પહેલા 6 પાનાની સુસાઈડ નોટ પણ છોડી છે. આના માત્ર 5 પેજ જ મીડિયા સામે આવ્યા છે. સુસાઈડ નોટમાં તેણે તેના લગ્નથી લઈને આપઘાત સુધીની સંપૂર્ણ વિગતો આપી છે.

આ સુસાઈડ નોટમાં અનુરાધા પર થયેલા ત્રાસની સંપૂર્ણ કહાણી છે. સ્યુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે પતિ જર્મની ગયા બાદ સાસરિયાંમાં અત્યાચારનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. પહેલા સાસુએ પોતાનું વલણ બતાવ્યું, પછી સસરાએ તેનું શારીરિક અને માનસિક શોષણ કરવાનું શરૂ કર્યું.સાસરિયાંના અત્યાચારથી ગભરાયેલી અનુરાધા કોઈક રીતે જર્મની પહોંચી ગઈ. ત્યાં તે ગર્ભવતી બની હતી. પેટમાં બાળક આવ્યા બાદ તેના પતિએ તેને ફરીથી અજમેર મોકલી દીધી હતી. તેણે અજમેરમાં દીકરીને જન્મ આપ્યો. ત્યારપછી અનુરાધા કોઈક રીતે જર્મની પહોંચી ગઈ પરંતુ આ વખતે તેને ખબર પડી કે તેના પતિનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે. પતિના આ કૃત્યથી અનુરાધા સાવ ભાંગી પડી હતી અને આ જ કારણે તેને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
