ગજરાત નુ ડિજીટલ અખબાર 8
હાલમાં વિશ્વમાં યુક્રેન અને રશિયાના મહયુદ્ધનું સંકટ છવાયેલું છે. ત્યારે ખરેખર જગત પર એક મહા વિનાશ થવાનો સમય આવ્યો છે. આમ પણ કહેવાય છે ને કે, કોઈપણ ઘટના થવાની હોય તેની ભવિષ્યવાણી થઈ ગઈ હોય છે. આમ પણ આપણા હિન્દૂ પંચાગમાં પણ કોઈપણ વર્ષની ઘટનાઓ પહેલા જ જણાવામાં આવે છે. ત્યારે આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેમની ભવિષ્યવાણી મુજબ 2022માં યુરોપમાં ભીષણ યુદ્ધ થવાની સંભાવના છે. ચાલો જાણીએ કે, કોણ છે એ મહાનવિભૂતી.
ફ્રાન્સના નાના ગામ સેન્ટ રેમીમાં મહાન ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર 1503માં થયો હતો. ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રેદમસ માત્ર ભવિષ્ય નહતા જોતા પરંતુ તેઓ એક સારા શિક્ષણ અને ડોક્ટર પણ હત.. ડોક્ટર નાસ્ત્રેદમસ પ્લેગ જેવી બીમારીઓની સારવાર કરતા હતા. તેમણે દુનિયાને લગતી ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી ઘણી સાચી પણ સાબીત થઈ છે. તેઓ યુવા હતા ત્યારથી જ તેમણે ભવિષ્યવાણી કરવાની શરૂઆત કરી હતી. ત્યારે તેમના જીવનકાળ દરમિયાન યુદ્ધની ભવિષ્યવાણી પણ કરી હતી.
પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે વર્ષ 1555માં પોતાની ભવિષ્યવાણીમાં યુરોપમાં આ યુદ્ધ તરફ ઈશારો કર્યો હતો.નાસ્ત્રેદમસે તેમના પુસ્તક લેસ પ્રોફેટીઝમાં ભવિષ્યવાણી કરી હતી કે યુરોપમાં વર્ષ 2022માં યુદ્ધ થશે. નાસ્ત્રેદમસની 942 ભવિષ્યવાણીઓ પૈકીની એક ભવિષ્યવાણીએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે ફ્રાન્સ તેના પૂર્વ ભાગમાં જોખમનો સામનો કરશે. કહે છે કે આગામી થોડાં વર્ષોમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. સ્કેલેરે કહ્યું, ‘નાસ્ત્રેદમસ માને છે કે તે 25થી 29માં એક મહાન યુદ્ધ હશે, ત્યાર બાદ નાની લડાઈઓ થશે.
શેલરે કહ્યું કે આ પછી ‘શનિનો સમય’ આવશે અને હજારો વર્ષો સુધી ચાલશે. આ શાંતિનો સમય રહેશે. નાસ્ત્રેદમસે એ પણ ભવિષ્યવાણી કરી છે કે પૃથ્વી પર લઘુગ્રહ પડી શકે છે. વર્ષ 2022 માં, ઘણા દેશો પૂર અને દુષ્કાળથી નાશ પામશે અને મોટા પ્રમાણમાં ભૂખમરો થશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીને માનનારા લોકોનું કહેવું છે કે ફ્રાન્સના ભવિષ્યવેત્તાએ લંડનમાં લાગેલી આગ અને સરમુખત્યાર એડોલ્ફ હિટલરના ઉદયની સચોટ ભવિષ્યવાણી કરી હતી.ખરેખર એ વાત સત્ય છે કે, આપણા હિન્દૂ પંચાગ અને આપણા દેશના મહાન વ્યક્તિઓએ કરેલી વાણીઓ સાચી પડે છે. હવે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, જલ્દી જ આ યુદ્ધ સમ્પાત થાય અને શાંતિપૂર્ણ રીતે યુદ્ધનો ઉકેલ આવે જેથી દરેક લોકોનો જીવ બચી શકે.
