પત્ની ને મોબાઈલ પર વાત કરતા જોઈ પતિ નો મગજ ગ્યો અને રાત્રી ના ત્રણ વાગે પત્ની નુ ગળુ દબાવી…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવ જીવનમાં દરેક સંબંધો પૈકી પતિ અને પત્ની ના સંબંધ ને ઘણો પવિત્ર માનવામાં આવે છે. મિત્રો દરેક ધર્મમાં લગ્નને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પતિ અને પત્ની આ સંસાર રૂપી ગાડીના બે પૈયડા છે. અને બંનેએ સાથે રહીને એક બીજા પર વિશ્વાસ મૂકીને પોતાની આ સંસાર રૂપી ગાડીને આગળ લઇ જવાની હોઈ છે.
જો કે ઘણીં વખત સમાજમાં એવા બનાવો સામે આવે છે કે જેના કારણે આપણે ઘણા આશ્ચર્યચકિત થઇ જાય છે. મિત્રો ઝઘડા અને ગેર સમાજ દરેક જગ્યાએ હોઈ છે. પરંતુ આવી ગેર સમાજને વધવા દેવાને બદલે તેનું યોગ્ય નિરાકરણ કરવું જોઈએ. મિત્રો ઘણી વખત આવા નાની ગેર સમાજ ના કારણે થયેલા ઝઘડા મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. જેના માઠા પરિણામો ઘણા લોકોને સહન કરવા પડે છે. મિત્રો આપણે અહીં એક આવાજ બનાવ વિશે વાત કરવાની છે, કે જ્યાં એક બીજાના સાથે ચાલવાનું વચન આપનાર પતિ અને પત્ની વચ્ચે ગગેર સમાજના કારણે થયેલ ઝઘડા માં પતિએ પોતાની જ પત્નીનું ખૂન કર્યું છે.
મિત્રો જો વાત આ સંગીન અપરાધ વિશે કરીએ તો ખૂનનો આ બનાવ જસદણ ના ગઢડીયા રોડ પાસે આવેલ ગાંડી વોંકળો બરફ કારખાના પાસે સર્જાયો છે. અહીં એક પતિએ પત્ની ફોન પર વાત કરતી હોવાથી પત્નીનું ગળું દબાવીને મૃત્યુ કરિયું છે. મિત્રો જો વાત આ આરોપી અંગે કરીએ તો તેનું નામ મહમદશા બચુસા પઠાણ છે. જણાવી દઈએ કે આરોપીની ઉમર 21 વર્ષ છે. અને તે મજૂરી કામ કરે છે. માત્ર ત્રણ મહિના પહેલા જ આરોપીના નિકાહ 19 વર્ષની આશિયાના સાથે થયા હતા.
જણાવી દઈએ કે આશિયાના ભાવનગર ના સિહોર તાલુકાના ગઢુલા ગામની રહેવાસી હતી. તેમના પિતાનું નામ બફાતીશા જમાલશા પઠાણ છે. કે જેમણે આરોપી મહમદશા ઉપર હત્યાનો ગુનોહ નોંધાવ્યો છે. જો વાત આ હત્યા ના કારણ અંગે કરીએ તો ગત રાતના સમયે આશિયાના ફોન પર કોઈ સાથે વાત કરી રહી હતી તેવામાં મહમદશા ત્યાં આવી પહોંચીયો અને તેણે આશિયાના કોની સાથે વાત કરે છે તે બાબત અંગે જાણવાનો પ્રયત્નો કર્યો.
જોકે આરોપી મહમદશા નું માનવું હતું કે તેની પત્ની આશિયાના અન્ય સાથે સંબંધ ધરાવે છે. જેના કારણે આરોપી મહમદશાએ રાતના સમયે પત્ની આશીયાનું ગળું દબાવીને હત્યા કરી. જે બાદ દેકારો થતા મહમદશા ના પરિવારના અન્ય લોકો જાગી ગયા તમામ બાબત અંગે જાણકારી મળતા તેઓ આશીયાને હોસ્પીટલ લઇ ગયા જ્યાં ડોક્ટરે આશીયાને મૃત જાહેર કરી સમગ્ર બાબત અંગે માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને આરોપી મહમદશાની ધરપકડ કરી.
