Gujarat

85 વર્ષ ની ઉંમરે આ “બા” એ શરૂ કરી યુ ટયુબ ચેનલ ! ગુજરતી લોકગીતો ગાઈ ને….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને ટેક્નોલોજી નો હાલમાં ઘણી એવી વસ્તુઓ છે કે જેને ઇન્ટરનેટ માધ્યમ દ્વારા સરળતા થી કરી શકાય છે. ઇન્ટરનેટ ની આ દુનિયાએ આવડા મોટા વિશ્વને એક નાના પરિવાર ની જેમ સંકલિત કરી નાખ્યું છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અનેક ઇન્ટરનેટ ના માધ્યમો જોવા મળે છે. આવા માધ્મયો પર હજારો લોકો જોવા મળે છે. અને લોકો આ માધ્યમ નો ઉપયોગ પોતાની આવડત અને કળા બતાવવા માટે પણ કરતા હોઈ છે. તેવામાં ઇન્ટરનેટે લોકોને પોતાની આવડત લોકો સમક્ષ રજુ કરવા માટે એક સરળ અને વિશાળ પ્લેટફોર્મ પૂરું પડ્યું છે. આપણે અહીં એક એવા બા વિશે વાત કરવાની છે કે જેમણે સંસ્કૃતિ ના વિકાસ માટે આ ટેક્નોલોજી નો સારો એવો ઉપયોગ કર્યો છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી જયારે જન્મે છે. ત્યારે તેને કોઈ પણ બાબત અંગે સભાનતા હોતી નથી. પરંતુ તે જેમ જેમ મોટો થતો જાય છે. તેમ તેમ તે વિવિધ વસ્તુઓ વિશે જાણે છે. અને તેના વિશે જ્ઞાન મેળવે છે. મિત્રો કહેવાય છે કે કંઈ પણ નવું કરવાની કે કોઈ પણ જ્ઞાન મેળવવાની ઉમર નક્કી હોતી નથી. જ્ઞાન જયારે પણ મળે કે જયારે પણ કંઈક નવું કરવાની ઈચ્છા જાગે ત્યારે પોતાના વિકાસ માટે આવા કામો કરી લેવા જોઈએ આપણે અહીં જે બા વિશે વાત કરવાની છે તેમણે 85 વર્ષની ઉંમરે એક નવો સાહસ શરુ કર્યો છે.

મિત્રો આમતો લોકો વિચારે છે કે બાલ્ય અવસ્થા માંજ જ્ઞાન મેળવવાનું હોઈ છે. પરંતુ તે બાબત સત્ય નથી. આપણે જયારે પણ કોઈ વધુ ઉંમરના વ્યક્તિને કંઈક નવું શીખવવાની વાત કરીએ તો તેઓ આ નવી બાબત શીખવાનો વિરોધ કરે છે અને કહે છેકે હવે આ ઉંમરે શું નવી વસ્તુ શીખવી કે હવે તો આમારી જવાની ઉમર છે. પરંતુ આપણે અહીં આ 85 વર્ષના બા ના ઉદાહરણ દ્વારા જાણશું કે કોઈ પણ નવું કામ શીખવા માટે ઉમર નડતી નથી. ઉમર બીજું કઈ નહિ ફક્ત આંકડા જ છે.

મિત્રો આ વાત ભુજની છે. કે જ્યાં રહેતા એક 85 વર્ષના બાએ પોતાની યૂટ્યૂબ ચેનલ શરુ કરી છે. મિત્રો જો વાત આ બા વિશે કરીએ તો તેમનું નામ હેમલતા બેન ગઢવી છે. જણાવી દઈએ કે તેમણે કચ્છ ની સંસ્કૃતિ ને આગળ વધારવા અને તેનો ફેલાવો કરવા માટે આ યૂટ્યૂબ ચેનલ બનાવી છે. મિત્રો જો વાત હેમલતા બેનના અંગત જીવન અંગે કરીએ તો તેમણે જણાવ્યું હતું કે તેઓ બાળપણ માં વધુ ભણ્યા નથી. પરંતુ તેમને તેમના પિતા તરફથી આ સાંસ્કૃતિક ગીતો ની વિરાસત મળી છે. તેમણે પોતાના પરિવાર ના સહકાર વિશે પણ જણાવ્યું કે કેવી રીતે તેમના પરિવારે તેમને આ યૂટ્યૂબ ચેનલ ખોલવા માટે મદદ કરી.

તેમણે વધુમાં જણાવ્યું કે આ યૂટ્યૂબ ચેનલ ખોલવા માટે તેમને તેમના ભાઈએ પ્રોત્સાહન આપ્યું હતું. જણાવી દઈએ કે હેમલતા બહેન પોતાના આવાજ માં ભજનો અને લોકગીતો ગાઈને આ તેમની યૂટ્યૂબ ચેનલ પર મૂકે છે. તેમણે પોતાના બાળપણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેમને બાળપણ થી જ ગરબા ગાવાનો અને રમવાનો શોખ છે. જણાવી દઈએ કે આ આગાઉ પણ તેમણે એક લગ્ન ગીતોની ચોપડી બહાર પાડી છે જેમાં તેમણે વિવિધ લગ્ન ગીતો સાથો સાથ તેમણે બનાવેલા અમુક ગીતો પણ આ ચોપડીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!