Gujarat

ગોવામાં હનિમૂન બાદ સુરતમાં મોત, પતિ સળગતી લક્ઝરી બસની બારીમાંથી કૂદી ગયો, પત્ની બારીમાં ફસાઈ જતાં સળગીને કરુણ મોત

ગઈકાલ રાત્રી એ એક ખૂબ જ દુર્ઘટના બની છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાતના 9.35 કલાક ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું અને આ જ ઘટનામાં માં ગોવામાં હનિમૂન બાદ સુરતમાં મોત, પતિ સળગતી લક્ઝરી બસની બારીમાંથી કૂદી ગયો, પત્ની બારીમાં ફસાઈ જતાં સળગીને કરુણ મોત. ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.

હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું કે ગઈ રાત્રે બનેલી આ ઘટનામાં એક નવયુવલનાં જીવનને બરાબર કરી દીધું. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણ દાયક છે.સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ સુરતના હીરાબાગ સર્કલ પાસે ગત રોજ રાત્રે રાજધાની ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં  પતિની નજર સાકે મહિલાનું મોત થયું હતું. બંને  દંપતિઓ હનીમૂનમાં ગયા હતા અને બંને સપનામાં નહીં વિચાર્યું હોય કે આ તેમના જીવનની અંતિમ પ્રવાસ બની ગયો, જેમાં પતિ ની સામે જ પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો.

સુરતથી ભાવનગર જવા નીકળ્યાં હતાં. દરમિયાન બસમાં આગની દુર્ઘટના બની હતી, જેમાં પતિ વિશાલ નવલાની સળગતી બસની બારીમાંથી કૂદી ગયો હતો, જ્યારે પત્ની તાનિયા બારીમાં જ ફસાઈ જતાં મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતથી નીકળતાં પહેલાં પતિ-પત્નીએ એક તસવીર લીધી હતી, આ તસ્વીરો તેમના જીવનની અંતિમ બની ગઈ હતી.

ગોવા ખાતે હનિમૂન મનાવવા જવા માટે તેમણે સુરતથી આવવા-જવાની ફ્લાઇટ બુક કરી હતી. ભાવનગરથી તેઓ સુરતમાં આવ્યાં અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયાં હતાં. ગતરોજ તેઓ ગોવાથી સુરત આવ્યાં અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસી ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા

ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું, જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં આગ લાગ્યા પહેલાંના સીસીટીવીસામે આવ્યા છે, જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. મોટા ભાગના મુસાફરો બસમાંથી બહાર નીકળી ગયા, પણ એક કપલ ફસાઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!