ગુજરાતના આ ગામ ના નામો એટલા વિચિત્ર કે તમે જાણશો તો નવાઈ લાગશે! મહાભારત, રામાયણ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ અને રાજ્યમાં બે પ્રકારના લોકો વષે છે જે પૈકી અમુક લોકો ગામડામાં તો અમુક લોકો શહેરમાં વસે છે. મિત્ર આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં એક બાજુ શહેર ના લોકો પાસે એક બીજા ને મળવાનો કે એક બીજા સાથે વાત કરવાનો પણ સમય નથી. ત્યાં બીજી બાજુ આજે પણ ગામડામાં જે પ્રેમ અને હૂંફ મળે છે. તે દરેક વ્યક્તિને ઘણી જ પસંદ પડે છે. મિત્રો શહેરમાં લોકો પૈસા કમાવવાની લાલાચમા રહે છે. જયારે ગામડામાં લોકો સંબંધ કમાવવાની લાલચમાં રહે છે. માટે જ શહેરથી કંટાળીને લોકો ગામડાઓમાં રાજાઓ માણવા ચાલ્યા જાય છે.
મિત્રો આપણે અહીં ગામ કે શહેર ના જીવનની કોઈ તુલના કરવાની નથી. પરંતુ આપણે અહીં ગુજરાતના એવા ગામડાઓ ના નામ વિશે વાત કરવાની છે કે જે ઘણા વિચિત્ર છે અને કદાચ તમે આ નામો સાંભળ્યા પણ નહિ હોઈ તો ચાલો આપણે આવા ગામો વિશે વધુ માહિતી મેળવીએ. મિત્રો આમ તો કહેવાય છે કે નામમાં શું રાખ્યું છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે નામ ઘણું મહત્વ ધરાવે છે. પરંતુ ગુજરાતના આ ગામડાઓ નામને લઈને કંઈક અલગ જ પ્રતિયોગિતા કરી રહ્યા હોઈ તેવું લાગે છે. કારણ કે ગુજરાતમાં 55 ગામના નામ નવા ગામ છે. આ ઉપરાંત અન્ય ઘણા ગામ છે કે જેમના એક જ નામ છે.
જેમકે ગુજરાત માં 39 રામપુરા ગામ અને 35 કોટડા ગામ જયારે 29 વાવડી અને પીપળીયા જયારે 28 વાસણા ગામ છે. આ તમામ એવા ગામો છે કે જેના નામ એક સરખા છે. આ ઉપરાંત ઘણા એવા ગામો પણ જોવા મળે છે કે જેમના નામ કોઈ પણ અટક ઉપર હોઈ. એટલે કે ભાટિયા ગામ કેજે ચોર્યાશી માં આવેલ છે. ઉપરાંત બોરીચા ગામ કેજે પોરબંદર માં આવેલ છે. જયારે પંચાલ ગામ મેઘરજ અને બારોટ ગામ મહેસાણા માં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત માં ચુડેલ ગામ પણ આવેલ છે.
મિત્રો ચુડેલ નામ સાંભળતા જ આપણે ડરી જઈએ છીએ તેવામાં વિચાર આવે છે કે અહીં ગામમાં લોકો આ ચુડેલ ગામમાં કઈ રીતે રહેતા હશે તો જણાવી દઈએ કે આ ગામનું નામ ચુડેલ એટલા માટે પડ્યું છે કે અહીં પહેલા ચૂડી બનાવવામાં આવતી. આ ગામમાં કોઈ વાસ્તવમાં ચુડેલ નથી. આ બાબત અંગે ગામના સરપંચે ખુલાસો કર્યો છે. આ ઉપરાંત ગુજરાત માં ઘણા દેશ અને વિદેશના શહેરો અને રાજ્યો પણ વસે છે. એટલે કે આ ગામના નામ દેશ અને વિદેશના નામ અને તેમના શહેર કે રાજ્યના નામ પરથી રાખવામાં આવ્યા છે.
જેમકે ધાના ગામ કે જે ડાંગ માં આવેલ છે. જયારે સિંગાપુર લીમડીમાં આવેલ છે. આ ઉપરાંત મણિપુર કડી પાસે સાંણદ માં જયારે અલ્હાબાદ રંધાનપુર પાસે અજમેર જસદણ પાસે અને ચંદીગઢ કેશોદ પાસે આવેલ છે. આ ઉપરાંત અન્ય ગામો જેવા કે કોલ્હાપુર રંધાનપુર, ઇન્દોર ઝઘડિયા માં જયારે શ્રીનગર પોરબંદર, પુના મહુવા, અને જોધપુર વીરપુર પાસે આવેલ છે. મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં દાદર જમકંડોરણા, બાંદરા ગોંડલ પાસે આવેલ છે.
આ ઉપરાંત રાજ્યમાં ખાવાની વિવિધ શાક અને કઠોળ પરથી પણ ગામના નામો છે. જેમકે તુવેર ખેડબ્રહ્મા પાસે જયારે ભાત અને રાય ઉપરાંત તલ ગામ નખત્રાણા પાસે જીરું ગામ ધારી પાસે અને ગુવાર ગામ નાંદોદ પાસે આવેલ છે આ ઉપરાંત અન્ય ગામો ના નામ ભીંડી, લાડવા, ઢોસો, ખાખરા, અને ગાંઠિયા ઉપરાંત દિવેલ, શેરડી વગેરે નામો છે. આ ઉપરાંત રામાયણ અને મહાભારત જેવા આધ્યાત્મિક નામો વાળા પણ ગામો છે.
