બોરસદ મા પરીણીતાનુ શંકાસ્પદ રીતે મોત થયુ ! મૃત્યુના આગલા દિવસે પરિણીતા એ પોતાના ભાઈ ને એવો વોટસેપ મેસજ કર્યો કે…
આણંદ ના ઠક્કર ખમણ ના નામે ધંધો કરતા વ્યાપારીની પત્નીનુ નામ બાથરુમ મા પડી જવાથી શંકાસ્પદ રીતે મોત થયુ હતુ. આ ઘટના બાદ અંતિમ વિધિ ની ક્રિયા ચાલુ કરવામા આવી હતી પરંતુ એ પહેલા જ પરિણીતાના ભાઈ અને પિયરીયા દ્વારા પરિણીતાના પોસ્ટમર્ટમ કરવાની માંગ કરી હતી અને પરીણીતા ને પોસ્ટમર્ટમ માટે ખસેડવામાં આવી હતી.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર આણંદના ઠક્કર ખમણના વ્યાપારી અને બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહેતા અમીત ઠક્કર ના લગ્ન 15 વર્ષ પહેલા સુરત મા રહેતી યુવતી થયા હતા. ત્યારે મંગળવારે રોક્ષા બાથરુમ મા પડી જવાની ઘટના બની હતી અને સાસરીયા પક્ષ દ્વારા આ ઘટના ની જાણ ફોન દ્વારા યુવતીના પરીવારજનો ને જણાવવા મા આવી હતી અને થોડી વાર પછી ફરી જણાવવા મા આવ્યુ હતુ કે રોક્ષા નુ મૃત્યુ થયુ છે.
દિકરી ના મોતના સમાચાર સાંભળી સુરત મા રહેતો પરીવાર ડઘાઈ ગયો હતો અને પરીવાર તાત્કાલીક બોરસદ સ્થિત નિવાસસ્થાને આવ્યાં એ પહેલાં તેના અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. આ ઘટના અંગે મૃતક યુવતિના ભાઈ ધવલ ને શંકા જતા અંતિમ વિધિ પહેલા પોસ્ટમર્ટમ કરવામા આવે તેવી માંગ કરવામા આવી હતી. બુધવારે તેનું કરમસદ ખાતે પીએમ કરતાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હતાં. જોકે હાલમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ મામલે બહેનના મૃત્યુ પાછળ તેનાં સાસરિયાંનો હાથ હોવાની શંકા ભાઈ ધવલે વ્યક્ત કરી હતી.
પરીણીતાના પિયરીયા દ્વારા એવી શંકા વ્યકત કરવામા આવી હતી કે તેમની દિકરી નુ ગળુ દબાવી સાસરીયા વાળા એ હત્યા કરી છે. અને બાથરુમમા પડી જવાથી મોત થયુ છે એ માત્ર ઉપજાવી કાઢેલી વાત છે. જો કે ચોક્કસ ઘટના શા કારણે બની એ ફોરેન્સિક રિપોર્ટ બાદ જાણી શકાશે. પરીણીતા એ સોમવારે રાત્રી ના પોતાના ભાઈ ધવલ ને રાત્રી એક મેસજ કર્યો હતો મેસજ વોટસેપ મા ફરતો હોય એ ટાઈપ નો હતો પરંતુ સાસરીયા વાળા ની માંગ હોય તે ટાઈપ નો મેસજ હતો.
મેસજ મા લખ્યુ હતુ કે ” હે સમાજ એવો રિવાજ બનાય કે દીકરી ના લગ્ન ની વખતે દીકરી ને કરિયાવર મા કઈ ઑઆ આપો પણ દિકરી ના લગ્ન મા જમણવાર ના ખર્ચા કર્યા કરતા ભલે એક નાનો પણ પોતાનો એક ફ્લેટ આપો જેથી જિંદગી મા કોઈ વક્તિ તારા બાપ ના ઘેર જતી રહે એવી ધમકી નહી આપી શકે ” મૃતક ના ભાઈ એ જણાવ્યું હતુ કે આ મેસજ તેમણે બીજા દિવસે જોયો હતો પરંતુ તે કામ મા હોવાથી બેન ને ફોન કરવાનુ રહી ગયુ હતુ.
