સુરત સળગેલી બસ મા મૃત્યુ પામેલી નવવિવાહીત પરિણીતાના અંતિમ સંસ્કાર કરાયા ! પરીવાર હીબકે ચડ્યો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના કામના કે અન્ય બાબત સંદર્ભમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવું પડતું હોઈ છે. આ માટે વ્યક્તિ દ્વારા પરિવહનના જુદા જુદા વાહનોનો ઉપયોગ કરતા હોઈ છે. જે પૈકી બસ એક છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અનેક બસ સેવા આપતી સંસ્થાઓ પરિવહન માટે ઘણી સારી સુવિધાઓ આપે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય વિજ્ઞાન અને ટેક્નોલોજી નો માટે હાલમાં અનેક એવી શોધ થઇ છે. કે જે માનવ જીવનને ઘણું સરળ અને આરામ દાયક બનાવે છે.
મિત્રો આવી શોધ માનવીને સરળતા તો આપે જ છે. પરંતુ ઘણી વખત તે વ્યક્તિ માટે મુસીબત રૂપ પણ સાબિત થાય છે. હાલમાં વિવિધ ટ્રાન્સપોર્ટ સેવા આપતી સંસ્થાઓ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે પોતાની બસને ઘણી જ આધુનિક સુવિધાથી સભર બનાવે છે. આ માટે આવી સંસ્થાઓ પોતાની બસમાં લોકોને વધુ આરામ મળે અને તેમની જરૂરિયાત સચવાય તે માટે અનેક સગવડો આપે છે. જેમકે વાઇફાઇ, એસી, ચાર્જિંગ ની વ્યવસ્થા વગેરે.
જો કે હાલમાં આવી સગવડ એક મહિલા યાત્રી માટે જીવનું જોખમ બની ગઈ છે. મિત્રો જણાવી દઈએ કે કાલે એક બસમાં એકા એક આગ લાગવાની ઘટના બની હતી. જો કે આ આગ લાગવાનું કારણ આવીજ સગવડતા છે. મિત્રો જણાવી દઈએ કે આ બનાવ યોગીચોક પાસે નો છે કે જ્યાં એક બસમાં એકા એક આગ લાગી ગઈ હતી. જો કે જણાવી દઈએ કે આ બસમાં એક 1*2 ની કેપેસીટી વાળા એક સ્લીપિંગ રૂમમાં માં એસી અને ચાર્જિંગ ની સુવિધા પણ આપવામાં આવી હતી. પ્રાથમિક તાપસ પરથી માલુમ પડ્યું છેકે આગ લાગવાનું મુખ્ય કારણ આ ચાર્જિંગ પોઇન્ટ છે.
મળતી માહિતી મુજબ સૌપ્રથમ આ ચાર્જિંગ પોઇન્ટ માં શોર્ટ સર્કિટ થયા હતા. જે બાદ બસમાં રહેલું એસીનું કંપ્રેસર ગરમ થતા તેમાં ધડાકો થયો હતો. આ ધડાકો અને બસની અંદર રહેલ ફોમના ગાદલા ના કારણે આ આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ. આ ઉપરાંત બસની ડિકીમાં રહેલ સેનિટાઇઝરે પણ આ આગને વધુ વેગવંતી બનાવી હતી. મિત્રો જણાવી દઈએ કે આ ઘટના માં ભાવનગર ની એક દિકરી જીવતી સળગી ગઈ હતી.
જણાવી દઈએ કે આ યુવતી નું નામ તાન્યા બહેન હતું. તેઓ પોતાના પતિ સાથે આ બસમાં સવાર હતા કે જેમનું નામ વિશાલ ભાઈ છે. જણાવી દઈએ કે આ દંપતીના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને તેઓ લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે ગોવા ફરવા ગયા હતા તેવામાં તેમની ગોવાથી અમદાવાદ ની ફ્લાઇટ હતી. પરંતુ કોરોનાને કારણે તે રદ થતા તેમને સુરત ની ફ્લાઇટ મળી હતી. જેના કારણે આ દંપતી સુરત થી બસ માં ભાવનગર આવી રહ્યા હતા.
તેવા સમયે આ અકસ્માત સર્જાયો હતો. જણાવી દઈએ કે બસમાં આગ લાગવાના કારણે આ પતિ પત્ની બસમાં ફસાઈ ગયા હતા. જો કે વિશાલ ભાઈ સમય રહેતા બસની બહાર નીકળી ગયા હતા જો કે તેમને ગંભીર રીતે ઇજા પહોંચી હતી, જયારે તેમના પત્ની તાન્યા બહેન બસમાંથી નીકળી શક્યા નહિ માટે તેઓ મૃત્યુ પામ્યા જણાવી દઈએ કે હાલ તેમના પરિવાર દ્વારા તેમના ઘરેણાં અને તેમના કપડાં પરથી તાન્યા બહેનની ઓળખ થઇ ગઈ છે, અને પરિવાર ના લોકો ઈજાગ્રસ્ત વિશાલ ભાઈ અને તાન્યા બહેનના પાર્થિવ દેહને ભાવનગર લઇ આવ્યા છે.
