કારની આટલી નજીક થી નીકળી ડાલામથા સિંહ ની સવારી ! જુવો વાયરલ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક પ્રકાર ના વિડિયો વાયરલ થતા હોય છે, જેમાં હાલમાં જ એક સિંહ નો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સિંહનો વીડિયો ક્યાં નો છે, તે તો જાણવા નથી મળ્યું પરતું ગીર જંગલની આજુ બાજુનો વિસ્તાર હોય તે ચોક્કસ કહી શકાય.ખરેખર આ વીડિયો તમે જોશો ત્યારે તમવા કહેશો કે, આ વીડિયો ઉતારનાર ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે એને આટલી નજીક થી જંગલના રાજાના દર્શન હોય અને આ વીડિયોમાં તમેં જોઈ શકશો કે એક સાથે ને સિંહ આવી રહ્યા છે.
આખા જગતમાં માત્ર એક ગુજરાતનું ગીર એવું સ્થાન છે, જ્યાં એશિયાટિક લાયન જોવા મળે છે. ગીર નાં સાવજીને નિહળવવા માટે3 દેશ વિદેશના લોકો સાસણ ગિરમાં આવે છે અને પૈસા ખર્ચી ને સફારી પાર્કમાં ગીરનાં સિંહ દર્શન કરે છે. ત્યારે આ વીડિયો તને જોશો તો તનને ખ્યાલ આવશે કે એ કેટલો અદભુત અનુભવ હશે, જેને આવી રીતે સિંહ નાં દર્શન કર્યા હશે.ખરેખર આ વીડિયો ખૂબ જ રોમાંચક અને સાહસિક છે. જે રીતે ડાલા મથ્યો રાજા ની જેમ આવી રહ્યો છે, તેને જોતા જ કોઈપણનાં રૂંવાટા ઉભા થઇ જાય.
આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, જે વ્યક્તિએ વીડિયો ઉતાર્યો છે તેની ખૂબ જ નજીક સિંહ આવે છે અને પહેલી નજરમાં તો એવું જ લાગે કે,ક્યાંક સિંહ હુમલો ન કરી દે ચિંતા આપણને પણ થઈ જાય જ્યારે આપણે આ વીડિયો નિહાળીએ છીએ. ત્યારે જરાક વિચાર કરો કે એ લોકોની શું હાલત થઈ હશે, જેની સામે આવી રીતે જંગલનો રાજા આવી રીતે સામે આવી રહ્યો હોય ત્યારે કોઈપણનું કાળજું કંપી ઉઠે.
