EntertainmentIndia

સુશાંત સિંહ રાજપુત ના જન્મ દિવસે બહેન શ્વેતા નો ભાવુક વિડિઓ વાયરલ..જુઓ વિડિઓ..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બૉલીવુડ અને તેમના કલાકારો ની લોકપ્રિયતા આખી દુનિયામાં જોવા મળે છે. જો કે દરેક કલાકરે આ મુકામ સુધી પહોંચવા માટે અનેક મહેનત કરવી પડે છે. મિત્રો બૉલીવુડ માં ટકી રહેવું અને લોકો વચ્ચે પોતાની નામના ટકાવી રાખવી એટલી સહેલી બાબત નથી. આ માટે દરેક કલાકારે ઘણી મહેનત કરવી પડે છે. મિત્રો આજે બૉલીવુડ માં ઘણા એવા કલાકારો છે કે જેમણે પોતાની આવડત અને મહેનત ના કારણે બૉલીવુડ અને લોકો ના દિલમાં ઘણું જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

મિત્રો જ્યાં એક બાજુ અમુક કલાકારો એક કે બે ફિલ્મો કર્યા બાદ બોલીવુડની આ વિશાળ દુનિયામાં ખોવાઈ જાય છે. તેવામાં અમુક એવા પણ કલાકારો હોઈ છે. કે જેમને તેમની એક એક્ટિંગ અને સરળ સ્વભાવ ઉપરાંત તેમની મહેનત ના કારણે વર્ષો સુધી યાદ કરવામાં આવે છે. મિત્રો આપણે અહીં એક એવા જ કલાકાર વિશે વાત કરવાની છે કે જેમણે ઘણી જ ચુનોતીઓ નો સામનો કરીને અને ઘણો સંઘર્ષ કર્યા બાદ બોલીવુડમાં પોતાની આગવી જગ્યા બનાવી હતી. જયારે તેમનો ફેન્સ માટે નો સરળ સ્વભાવ પણ લોકોને આજ સુધી યાદ છે.

મિત્રો આપણે અહીં બોલીવુડના સુપર સ્ટાર પૈકી એક દિવંગત સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરવાની છે, મિત્રો જણાવી દઈએ કે આજે તેમનો 36 મોં જન્મ દિવસ છે. ત્યારે તેમની બહેન શ્વેતા રાજપૂત અને દેશના તમામ લોકો તેમને આ ખાસ દિવસ નિમિતે યાદ કરી રહ્યા છે. મિત્રો જણાવી દઈએ કે આ દિવસ ને ખાસ બનાવવા અને પોતાના ભાઈ સુશાંત સિંહ ને યાદ કરવા માટે બહેન શ્વેતા દ્વારા એક સુંદર વિડિઓ બનાવવામાં આવ્યો છે. જુઓ વિડિઓ.

આ વિડિઓ સાથે તેમણે એક ઘણું જ સુંદર અને ભાવુક કરી મૂકે તેવું કેપશન પણ મૂક્યું છે જેમાં તેઓ લખે છે કે માય ગોડ ! શું સુંદર કલેક્શન છે આ ઉપરાંત તેઓ વધુમાં લખે છે કે ભાઈ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ઉપરાંત પોતાના ભાઈ ને યાદ કરતા શ્વેતા લખે છે કે સુશાંત સિંહ રાજપૂત અમે તમારા બધા સપના પૂરા કરીશું, તમારો વારસો જીવંત રહેશે. ટીમનો આભાર તમે લોકોએ અવિશ્વસનીય કામ કર્યું છે આભાર!

મિત્રો જણાવી દઈએ કે સુશાંત સિંહ નો મૃતદેહ 14 જૂન, 2020ના રોજ તેમના જ મુંબઇના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો, ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે આત્મહત્યા કરી છે. જો કે તે બસ પોલીસ દ્વારા ઘણી તાપસ કરવામી આવી છે. જો કે આજ સુધી પણ આત્મ હત્યા નું સાચું કારણ જાણી શકાયું નથી. મિત્રો જણાવી દઈએ કે સુશાંત સિંહે એક ફિલ્મ કરી હતી કે જેમાં તેઓ પોતાના પુત્ર ને જીવનનો પાઠ શીખવી રહ્યા હતા અને જીવનમાં હાર ન માનવ અને મુસીબતમાં કોઈ ખોટું પગલું ન ભરવા અંગે સમજાવી રહ્યા હતા પરંતુ તેમણે જે પગલું ભર્યું તેનાથી કરોડો લોકો દુઃખી થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!