Gujarat

હનુમાનજી મંદિરના મહંત ની ક્રૂર રીત કરી હત્યા! 3 દિવસ પછી કુવા માંથી મળ્યું…

દિવસેને દિવસે અનેક પ્રકારનાનાં ગુન્હાઓ નોંધાઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ મંદિરના મહંત ની હત્યા કરતા તેમના પરિવાર જનોનો અને ભક્તોમાં ભારે રોષ અને શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, ઝાંઝમેર ગામના વતની રમેશભાઈ ધીરૂભાઈ અડાણિયા 15 વર્ષ પહેલા સન્યાસ લઈ સાધુ બન્યા હતા. તેઓએ રામદાસજી ગુરૂ મોહનદાસજી કાઠિયા નામ ધારણ કરી લીધું હતું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે તેઓ ત્રણ દિવસ થી ગાયબ હતા પરંતુ આજ રોજ કુવા માંથી લાશ મળતા ચકચાર મચી ગયો હતો.

આ ઘટના વિશે વધુ વિગતો જાણીએ તો મળતી માહિતી મુજબ ચોસલા ગામમાં આવેલા હનુમાનજી મંદિર આશ્રમના મહંત છેલ્લા ચારથી પાંચ દિવસથી ગુમ હતા. ગુરુવારે બપોરે આશ્રમના કૂવામાંથી ભેદી સંજોગોમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કારણે ગામમાં ઘણી ચર્ચાઓએ જોર પકડ્યુ હતું. આ ઘટનાની જાણ થતાં ઢસા પોલીસ તપાસ કરવાનું શરૂ કરી છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કૂવામાંથી બહાર કાઢેલા મૃતદેહના માથા અને કાનના ભાગે ઉંડા ઘાના નિશાન મળી આવ્યા હતા.

તિક્ષ્ણ હથિયાર અથવા બોથડ પદાર્થના ઘા ઝીંકી મહંતની હત્યા કર્યાનું બહાર આવ્યું હતું. હાલ કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે સામે આવ્યું નથી. આ અંગે મહંતના નાનાભાઈ એ નીતિન વણોદિયા સામે ઢસા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. આ વ્યક્તિએ કયા કારણોસર મહંતની હત્યા કરી છે તે અંગેની પૂછપરછ અને તપાસ પોલીસ હાલ કરી રહી છે.

ફરિયાદમાં એવું પણ નોંધાવવામાં આવ્યું છે કે, બે યુવાનને હનુમાનજી મહારાજના આશ્રમના સાધુને મારી નાંખ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ બન્ને યુવકે મહંતને શોધ્યા હતા, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. મહંતના નાનાભાઈ મહેશભાઈને પણ રામદાસજી કાઠિયાનું મૃત્યુ થયા બાદજે બાદ પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.મૃતદેહનો કબ્જો લઈ ગઢડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!