હે ભગવાન! શિરાને ભાંગવા શિણી અને હથોડી નો ઉપયોગ કરવો પડ્યો….વિડીઓ જોઈ હસવું નહી રોકી શકો…
હાલમાં જ ઉત્તરાયણનાં દિવસ પછી સોશિયલ મીડિયામાં લોખંડી શીરો નો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ખૂબ જ રમુજી પાત્ર બન્યો હતો. દરેક વ્યક્તિને આ સિરો જોઈને એક જ વિચાર આવતો હતો કે, આખરે આ શીરો બનાવ્યો છે કોણે? સ્વાભાવિક છે કે સૌથી પહેલા એ કંદોઇ ની જ વાત નીકળે કારણ એક મોટી બધી કડાઈમાં આવો લોંખડ જેવો શીરો કંઈ રીતે બની! આવો શીરો બનાવવાનું કારણ અને આ શીરો શું કામ બનાવવામાં આવ્યો હતો અને આ ક્યાં ગામમાં શીરો બન્યો? તમારી દરેક મુંઝવણનું અમે ઉકેલ લાવીશું કારણ કે, હાલમાં જ એ ગામની વાત ન્યૂઝ ચેનલમાં આવી ગઈ છે.
ચાલો ત્યારે અમે આપને માહિતગાર કરીએ કે, આખરે ક્યાં ગામનો આ વીડિયો છે. સૂત્ર દ્વારા જાણવા મુજબ આ શીરો પાટણ શહેરના બેપાદર ગામનો છે. આ ગામમાં દર વર્ષે ઉત્તરાયણ નાં દિવસે સિરો બનવવાની પરંપરા છે. આ શીરો કોઈ વ્યક્તિઓ માટે નહીં પરંતુ કુતરાઓ માટે બનાવવામાં આવે છે. આપણે જે સીરાની મજાક ઉડાવી રહ્યા હતા એ શીરો તો પુણ્યનાં અને સેવા અર્થે બનાવવામાં આવ્યો હતો પરંતુ કોઈકારણોસર શીરો બગડી જતાં આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. કહેવાય છે ને કે, આપત્તિ ને અવસર બદલે એજ ગુજરાતી !
ગામ લોકો એ આ જ લોખંડી શીરો ને ફરીથી સ્વાદિષ્ટ શીરાનું રૂપ આપ્યું હતું અને આ જ શીરાને કુતરાઓ ને ખવડાવવામાં આવ્યો હતો. જાણવા મળ્યું હતું કે, તેમની પેઢી દર પેઢી આ ગામમાં વર્ષો થી ઉત્તરાયણ દિવસે કુતરાઓ શીરો ખાવડાવવાની પરંપરા રહેલી છે, પરતું આ વખતે શીરો બગડી ગયો હતો. આ શીરો બગડવા પાછલનું કારણ પણ ગામ લોકોએ જણાવ્યું હતું.ગામ લોકોએ કહ્યું કે, આ શીરો ઘી માં નહીં પરંતુ તેલમાં બંને છે. જેમાં ગોળ, ઘઉં અને તેલ તેમજ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ વર્ષ બન્યું એવું કે, ગોળની પાઈ વધુ આવી હતા શીરો આકરો થઈ ગયો હતો અને આ કારણે શીરા ને રાતોરાત એમને એમ જ મૂકી દીધો અને વિચાર્યું કે સવારે કંઈક કરીશું પણ જયારે સવારે ગામના લોકોએ જોયું તો લોંખડી શીરો બની ગયો હતો. શીયડી અને હથોડી લઈને આ શીરો ને તોડી રહ્યા હતા છતાં પણ આ શીરો તૂટવા નું નામ નોહતું લેતો. આખરે ગામ લોકોએ ખૂબ જ મહેનત કરીને આ શીરાનાં ઝીણાં ઝીણા ટુકડા કરીને ગરમ પાણીમાં પીગળીને આખરે ફરીથી આ શીરો બનાવવામાં આવ્યો. આ શીરો બનાવવાનું કારણ સામે આવતા જ સૌ કોઈ આ ગામ લોકોનાં વખાણ કરી રહ્યા છે, કારણ કે સેવા અર્થે આ શીરો બનાવવામાં આવ્યો હતો.
