Entertainment

કાજલ મહેરિયાની આ તસવીરો તમે ભાગ્યજ જોઈ હશે જુઓ તેમની ખાસ તસવીરો…

આજે આપણે વાત કરીશું ગુજરાતી કલાજગતની ગાયક કલાકાર કાજલ બેન મહેરિયા વિશે. ખરેખર એક વાત તો સો ટકા સાચી છે કે, અનેક ગાયિકા પોતાની કળા અને અથાગ પરિશ્રમ થકી આજે વૈભવશાળી જીવન જીવી રહી છે. હાલમાં જ અનેક ગાયિકાઓની ગુજરાતીનાં બોલે બોલબાલા છે. ત્યારે આજે આપણે વાત કરીશું કાજલબેનના જીવન વિશે. તેમણે જીવનમાં અનેક સંઘર્ષ કરીને આજે આ સફળતાનાં શીખરે પોહચ્યાં છે. આજે તેઓ પૈસે ટકે તો સુખી જ છે પરંતુ સાથો સાથ તેમને ગુજરાતી દર્શકોનો અખૂટ પ્રેમ મળે છે. અમે આપને કાજલ બેનના અંગત જીવન વિશે વાત કરીશું.

ગુજરાત મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકા ના ગોઠવા ગામમાં તા. 21 નવેમ્બર 1992 ના રોજ કાજલ બેન મહેરીયા નો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે અને તેઓ ખેડૂત હતા અને તેમની ઘરની પરિસ્થિતિઓ ખૂબ જ ખરાબ હતી.કાજલ મહેરીયા અને બાળપણથી જ ગીતો ગાવાનો ખૂબ શોખ હતો જ્યારે તે ભણવા જતાં ત્યારથીજ સ્કૂલના કાર્યક્રમમાં ગીતો ગાતા અને સ્કૂલ તરફથી વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેતાં અને તેઓના પરફોર્મન્સ થી લોકોનું દિલ જીતી લેતા.

સમય જતાં કાજલ ને લોકપ્રિયતા મળી અને જીગ્નેશ કવિરાજ ના તાલે આલ્બમ અને સોંગમાં જે વર્ષ 2004 માં આવ્યો હતો.
આ સફળતા બાદ કાજલ બેન ધીમે ધીમે ગીતોનાં આલ્બમો બનાવવા લાગ્યા જેમાં સૌથી પેહલાં પોપ્યુલર થયેલું સોંગ “ડીજે લગન ના નવા આલ્બમ” આલ્બમ સોંગ 2015 ના મોઢેરા ખાતેના કાર્યક્રમમાં ગયા હતા ત્યારે આ સોન્ગ સ્ટેજ પ્રોગ્રામ દ્વારા ખુબજ ચર્ચામાં આવી ગયું હતું.

અત્યારે સુધીમાં કાજલ બેન મહેરીયા નાં 700 થી વધુ આલ્બમ ગીતો ગાઈ ચૂક્યા છે અને લગભગ 200 થી વધુ ગુજરાતી લોકગીતો દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે અને વર્તમાનમાં પણ સારા ગુજરાતી ગીતો ગાય ને લોકોને મોજ કરાવે છે.કાજલ મહેરીયા ને મળેલા એવોર્ડ ની વાત કરીએ તો 2018 માં આવેલું ગીત બેવફા તુને મુજકો પાગલ કર દીયા અને મળ્યા માં ના આશીર્વાદ સોંગ ને એવોર્ડ મળી ચૂક્યાં છે.જે સ્ટુડિયો સરસ્વતી માંથી રિલીઝ થયું હતું.

તેમના અંગત જીવન વિશે વાત કરીએ કાજલ બેન ના પતિ નું નામ ઉમંગ ગોસાઈ છે.કાજલ મહેરીયા બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા અને એક્ટર સલમાન ખાનથી ઇન્સ્પાયર થયેલ છે. આજે પોતાનું જીવન ખૂબ જ વૈભવશાળી રીતે જીવે છે, પરતું તેમનો સ્વભાવ એકદમ નિખાલસ છે. આજે આટલી સફળતા મળ્યા બાદ પણ તેઓમાં કોઈપણ જાતનું અભિમાન નથી આવ્યું અને દરેક વ્યક્તિ સાથે સરળ રીતે જ વર્તે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!