Gujarat

આખરે હકીકત સામે આવ ગય પરિણીતાનુ મૃત્યુ બાથરૂમ મા પડી જવાથી નહોતુ થયુ પરંતુ પતિ એ હત્યા કરી હતી ! હત્યા કરવાનુ કારણ….

આંણદ જીલ્લાના બોરસદ તાલુકા મા એક ચકચારી ઘટના સામે આવી હતી જેમા ઠક્કર ખમણ હાઉસ તરીકે જાણીતા થયેલા વેપારીના પત્ની 35 વર્ષિય રોક્ષાનુ મંગળવારે સવારે 10 વાગે શંકાસ્પદ હાલત મા કરુણ મોત થયુ હતુ. ત્યારે બાદ મોત ની અંતિમ વિધિ કરતા સમયે જ પરિણીતાના ભાઈ દ્વારા પરિણીતા નુ પોસ્ટ મોર્ટમ કરવાની માંગ કરવામા આવી હતી.

આ ઘટના અંગે પરિણિતાના સાસરીયા વાળા નુ કહેવુ હતુ કે રોક્ષા નુ મૃત્યુ બાથરૂમ મા પડી જવાથી થયુ હતુ પરંતુ પરીણીતાના પિયરીયા દ્વારા એવી ગંભીર આક્ષેપો કરવામા આવ્યા હતા કે તેમની દિકરી નુ ગળુ દબાવી ને હત્યા કરવામા આવી છે આ ઉપરાંત રોક્ષા એ મૃત્યુ ના એક ની આગલી રાત્રી ને એક વોટસેપ મેસજ પણ કર્યો હતો જે કાંઈક દર્શાવતો હતો.

આ ઘટના બાદ રોક્ષા ની ડેડબોડી ને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી જયારે પ્રાથમીક તપાસ મા જાણવા મળ્યુ હતુ કે રોક્ષા ના ગળા ના ભાગે નિશાન હતા. એ પછી પોલીસ દ્વારા પરિણીતાના સાસરીયાઓની તપાસ કરવામાં આ‌વી હતી. છેલ્લાં ચાર દિવસ સુધી સઘન તપાસ, પીએમ રિપોર્ટ સહિતના મુદ્દાઓ પરત તપાસ બાદ આખરે મૃતકના પતિ અમિતે જ એ દિવસે સવારે ગળું દબાવીને પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની કબુલાત કરી હતી.

આ ઉપરાંત પોલીસ વડા પાસે થી જાણવા મળ્યુ હતુ કે પરીણીતા ને અવાર નવાર 8થી 10 લાખ રૂપિયા તથા સોનાની વસ્તુઓની માંગણી કરાતી હતી. અને સાસરીયા વાળા દ્વારા ત્રાસ અપાતો હતો. આ ઘટના મા સાસરિયા વાળા ના અન્ય સભ્યો ની અટકાયત કરી પુછપરછ હાથ ધરાઈ હતી.આ ઉપરાંત FSL તપાસમાં પણ કોઈ એવા પુરાવા નહોતા મળ્યા કે જેનાથી પુરવાર થાય કે પરીણીતા નુ મોત બાથરુમ મા પડી જવાથી થયુ હોય. આ ઉપરાંત પોલીસ વધુ આ દિશા મા તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!