India

લગ્ન બાદ એવું તો શું થયું ? કે વર કન્યાને ઘરને બદલે ડેન્ટલ કોલેજ લઇ ગયો જાણો ઘટના…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમય ચાલી રહ્યો છે. તેવામાં અનેક યુગલો આ સમયગાળા માં પોતાના જીવનની નવી શરૂઆત કરશે એટલે કે લગ્નના આ સમય ગાળામાં અનેક યુગલો સાત ફેરા લેશે અને પોતાના નવજીવન સાથે સાત જન્મો સાથ નિભાવવાનું વચન આપશે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે લગ્ન ઘણા મહત્વના હોઈ છે. માટે જ દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે પોતાના લગ્નમમાં કંઈક એવું કરે કે જેના કારણે પોતાના લગ્ન યાદગાર બની જાય આપણે અહીં એક એવાજ લગ્ન વિશે વાત કરવાની છે કે જે હાલમાં લોકોમાં ઘણા ચર્ચામાં છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં ભણતર ઘણું જરૂરી છે. જેના કારણે લોકો પોતાની ભણતર ની ભૂખ મિટાવવા માટે સામે આવતા અનેક પડકારો નો પણ સામનો કરી લે છે. મિત્રો કહેવાય છે કે જો આપણું લક્ષ મજબૂત હશે તો સમસ્યાઓ આપો આપ નાની લાગશે. મિત્રો આપણે અહીં એવા વ્યક્તિ વીસે વાત કરવાની છે કે જેમણે પોતાના ભણતર માટે પોતાના લગ્ન જેવા શુભ પ્રસંગ ને પણ આડે આવવા દીધો નહિ અને કરિયું એવું કે તેના વખાણ થવા લાગ્યા.

મિત્રો આ બનાવ લખનઉ નો છે. જાણવી દઈએ કે અહીંના રહેવાસી અભિષેક સિંહ ના ઘરે ખુશીનો માહોલ હતો કારણકે અભિષેક સિંહ ના લગ્ન હતા જેના કારણે તેમની જાન આલમબાગ થી કાનપુર જવા નીકળી. જે બાદ અભિષેક સિંહ ના લગ્ન ક્રિતી સાથે થયા જે બાદ સમય આવ્યો વિદાયનો જણાવી દઈએ કે તેમની વિદાઈ થયા બાદ તે જ દિવસે અભિષેક સિંહ ની 11 વાગ્યે બીડીએસ ના છેલ્લા વર્ષનું પેપર હતું.

પરંતુ લગ્ન બાદ કન્યા ને ઘરે લઇ ને ગયા પછી અનેક વિધિ કરવાની છે જેના કારણે પોતે પરીક્ષા નહિ આપી શકે તેવું વિચારીને અભિષેક સિંહે ઘરે જવાને બદલે સીધા જ પોતાના પરીક્ષા સ્થળે રાયબરેલી પાસે આવેલ ડેન્ટલ કોલેજ જવાનું નક્કી કર્યું જો કે તેમના આ નિર્ણય નો પત્ની ક્રિતીએ પણ સમર્થન કર્યું જે બાદ તેઓ ઘરે જવાના બદલે સીધા કોલેજ ગયા અને અભિષેક સિંહે પરીક્ષા આપી ત્યાં સુધી પત્ની બહાર રાહ જોઈને ઉભી રહી જે બાદ તેઓ ઘરે ગયા અને બાકીની વિધિઓ પૂર્ણ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!