GujaratIndia

બહેનની ડોલી પહેલાં ઊઠી ભાઈની અર્થી, સર્જાઈ એવી કરુણ ઘટના કે આખો પરીવાર હચમચી ગયો

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માત ના બનાવો માં વધારો નોંધાયો છે. આપણે ફોન કે છાપું જોઈએ કે તરત જ આવા અકસ્માત નો એકાદ બનાવ તો નજરે પડે જ છે. દેશમાં લગભગ દરરોજ આવા અકસ્માત ને લગતા બનાવો બનતાજ હોઈ છે. તેવામાં આવા અકસ્માત ના કારણે દરરોજ અનેક લોકો ઘાયલ થતા હોઈ છે જયારે ઘણા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. મિત્રો હાલમાં ભલે નવું વર્ષ શરુ થઇ ગયું હોઈ પરંતુ અકસ્માત માં કોઈ પણ ઘટાડો જોવા મળતો નથી.

મિત્રો અકસ્માત થવાનું મુખ્ય કારણ વાહનની તેજ રફ્તાર ને માનવામાં આવે છે. આવા અકસ્માત એક કે બીજા પક્ષકાર ની ભૂલ કે ગેર સમાજ ના કારણે સર્જાતા હોઈ છે પરંતુ ઘણા અકસ્માત એવા પણ હોઈ છે કે જેમાં અન્ય વ્યક્તિના કારણે બીજી વ્યક્તિને અકસ્માત નો ભૉગ બનવું પડે છે, અને ઘણી વખત તેનું મૃત્યુ પણ થાય છે. આપણે અહીં એક આવા જ અકસ્માત વિશે વાત કરવાની છે કે જ્યાં એક પીકઅપે એક સ્કૂટર ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. આ અકસ્માત માં એક વ્યક્તિને પોતાનો જીવ ખોવો પડ્યો જયારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મિત્રો મળતી માહિતી અનુસાર આ અકસ્માત બોડા પાસે આવેલા કાંકડા વાલે હનુમાનજી મંદિર પાસે સર્જાયો હતો. મિત્રો જણાવી દઈએ કે અહીં એક પીકઅપે એક બાઇકને ટક્કર મારી હતી. જો વાત આ બાઇકમાં સવાર લોકો અંગે કરીએ તો આ વાત છે બડબેલી ની કે જ્યાં ના રહેવાશી ચાંદ સિંહ સોલંકી ના ઘરે ખુશીનો માહોલ હતો. કારણકે તેમની પુત્રીના લગ્ન હતા.

આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે, દરેક બહેનની ઈચ્છા હોઈ છે કે તેના લગ્નમાં પોતાનો ભાઈ હાજર હોઈ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ બહેનનો પ્રેમ કેટલો અતૂટ અને ગાઢ હોઈ છે. તેવામાં બહેનના લગ્નને લઈને સૌથી વધુ ખુશ એક ભાઈ જ હોઈ છે, પરંતુ શું થાય કે આ ખુશીના માહોલ માં ભાઈ બહેન અલગ થઇ જાય અહીં આ અકસ્માતે એક ભાઈ બહેનને અલગ કરી નાખ્યા છે.

મિત્રો બહેનના લગ્ન હોવાથી તેમની જાનના સ્વાગત કરવાની જવાબદારી તેના ભાઈ રાજ સોલંકી એ ઉઠાવી હતી. જણાવી દઈએ કે રાજ સોલંકી ચાંદ સિંહ સોલંકી ના નાના ભાઈ ઉમેશ સોલંકી નો પુત્ર હતો. જે બાદ રાજ અને તેમના બે પિતરાઈ ભાઈ છગન અને વિજયરાજ બાઈક પર પચોર જવા નીકળાય તેવામાં રસ્તામાં કાંકડા વાલે હનુમાનજી મંદિર પાસે તેમની બાઇકને એક પીકઅપે ટક્કર મારી હતી. જણાવી દઈએ કે અકસ્માત ના કારણે રાજ નું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે તેમની સાથે ગયેલા બંને ભાઈઓ ઈજાગ્રસ્ત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!