દસ લાખ રુપિયા આપી સુંદર યુવતી સાથે લગ્ન કર્યા પણ ગણતરી ના દિવસો મા જ થયો એવો કાંડ કે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં નાણાંનું ઘણું મહત્વ છે. કારણ કે જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુથી લઈને મોજ શોખ ની વસ્તુઓ સુધી દરેક વસ્તુઓ મેળવવા માટે નાણાંની જરૂર રહે છે. તેવામાં લોકો મહેનત અને ઈમાનદારી દ્વારા નાણાં મેળવવાની કોશિશ કરે છે, પરંતુ આપણા સમાજ માં એવા પણ ઘણા લોકો છે કે જેમને પોતાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે કામ કરવું કે મહેનત કરવી પસંદ નથી. જેના કારણે આવા લોકોની નજર સતત બીજાના નાણાં પડાવવા પર હોઈ છે, જેને આપણે ચોરી કહીએ છીએ હાલમાં ચોરીનો આવો જ એક બનાવ સામે આવ્યો છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે. જેના કારણે દેશની દરેક વ્યક્તિ પોતાના યોગ્ય સમયે લગ્ન કરે જ છે. પરંતુ હાલમાં લગ્નના આ પવિત્ર સંબંધ ને પણ લોકો દ્વારા ધંધાનું અને અવાક નું સાધન બનાવી દેવામાં આવ્યું છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઘણા એવા લોકો છે કે જેમના લગ્ન થતા નથી માટે આવા લોકો પૈસા આપીને લગ્ન કરે છે, પરંતુ ઘણી આવા લગ્ન તેમને ભારે પડી જાય છે.
મિત્રો હાલમાં એવી ઘણી મહિલાઓ છે કે જેઓ પૈસા લઈને લગ્ન તો કરે છે, પરંતુ થોડા દિવસો પછી ઘરમાંથી કિંમતી વસ્તુઓ અને પૈસા લઈને ભાગી જાય છે. જેને લોકો લૂંટેરી દુલ્હન કહે છે. હાલમાં લૂંટેરી દુલ્હનનો આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક કન્યા પતિને ઊંઘની ગોળીઓ આપીને ઘરમાંથી રોકડ અને ઘરેણાં લઈને ફરાર થઇ ગઈ છે.
મળતી માહિતી અનુસાર આ બનાવ ભરતપુર રાજસ્થાન નો છે. મિત્રો જણાવી દઈએ કે અહીં સિકંદરા ગામમાં રહેતા ભગવાન સિંહ પહેલવાન કે જેઓ 35 વર્ષના છે તેમના લગ્ન થયા ના હતા. માટે તેમના એક સંબંધીએ તેમના લગ્ન ધૈલપુર જિલ્લાના મોહરી ગામમાં રહેતી કન્યા નીલમ કે જેની ઉમર 25 વર્ષ છે તેની સાથે કરાવ્યા હતા, જો કે આ લગ્ન બીજા લગ્નની જેમ મામૂલી ના હતા આ લગ્ન માટે ભગવાન સિંહે રૂપિયા 10 લાખ ચૂકવ્યા હતા.
જો કે લગ્ન બાદ બધું સારું ચાલી રહ્યું હતું તેવામાં લગ્નના લગભગ ત્રણ મહિના પછી એક રાતે નીલમેં તેના પતિ ભગવાન સિંહ ને ઊંઘની ગોળીઓ પીવડાવી અને બેહોશ કર્યો જે બાદ રાતના સમયે નીલમ ઘરમાં રહેલ 30 હજાર રૂપિયા અને સોના અને ચાંદી ની કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઇ ગઈ હતી. જો કે ભગવાન સિંહ અને તેમના પરિવાર દ્વારા નીલમ ની તાપસ કરવા પર તેની માહિતી ના મળતા તેમણે પોલીસ ફરિયાદ નોંધી છે, જે બાદ હવે પોલીસે તપાશ શરૂ કરી છે.
