Entertainment

ફીલ્મો મા જોરદાર વિલનનુ કીરદાર નિભાવવા વાળા સદાશિવ નુ આવી રીતે દર્દનાક મૃત્યુ થયુ હતુ…

આજનાં સમયમાં મનોરંજન માટે લોકો ફિલ્મો જોવાનું પસંદ કરે છે. ત્યારે દરેક ફિલ્મોમાં હીરો અને વિલેનનાં પાત્રો દર્શકોને પોતાની સાથે જકળી રાખે છે. ત્યારે આજે અમે આપને એવા વિલેન વિશે વાત કરાવીશું જેને બોલીવુડના અનેક ફિલ્મો આપી છે અને વિલેન નું પાત્ર ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આ વિલેનનું પાત્ર ભજવનાર વ્યક્તિ એટલે સદાશિવ! પોતાના જીવનમાં ખૂબ જ મહેનત કરીને સફળતા મેળવી પરતું તેમનું મુત્યુ એવી રીતે થયું કે તમારી આંખમાં આંસુઓ આવી જશે. આવું દર્દનાક મૃત્યુ ભાગ્યે જ કોઈના જીવનમાં લખ્યું હશે.

ચાલો અમે આપને બોલીવુડના પ્રખ્યાત વિલેન સદાશિવ વિશે તમામ માહિતીઓ જણાવીએ. આપણે જાણીએ છે કે, જ્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વિલનની વાત થાય છે ત્યારે લોકોને અમરીશ પુરીનું નામ સૌથી પહેલા આવે છે. વિલનના પાત્રથી એક ખાસ ઓળખ બનાવી છે.બોલિવૂડના જાણીતા અભિનેતા સદાશિવ અમરાપુરકરનું નામ પણ વિલેન તરીકે ખૂબ જ લોકપ્રિય છે. આજે આપણે જાણીશું કે કંઈ રીતે તેઓ અભિનેતા બન્યા અને તેમના જીવની નો દુઃખ દાયક અંત કંઈ રીતે આવ્યો.

તા.11 મે 1950 ના રોજમહારાષ્ટ્રમાં જન્મેલા સદાશિવ અમરાપુરકરે તેમની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું અને લોકોમાં પોતાની શાનદાર અભિનયની છાપ છોડી.સદાશિવ અમરાપુરકરે તેમની કારકિર્દીમાં વિલન અને કોમેડી પાત્રનું પાત્ર એટલું શાનદાર રીતે ભજવ્યું હતું કે લોકો તેમના અભિનય પર આજે પણ વિશ્વાસ કરે છે. આજે અમે તમને સદાશિવ અમરાપુરકરના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે બહુ ઓછા લોકો જાણે છે.

સદાશિવ અમરાપુરકરનો જન્મ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સદાશિવ બાળપણથી જ હીરો બનવા માંગતા હતા. આ સિવાય તેઓ મદદગાર વ્યક્તિ તરીકે પણ પ્રખ્યાત હતા.તમે સદાશિવ અમરાપુરકરને ફિલ્મોમાં નેગેટિવ પાત્રમાં વધુ જોયા હશે, પરંતુ અંગત જીવનમાં તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા. તમને જણાવી દઈએ કે, ફિલ્મોમાં આવતા પહેલા સદાશિવે લગભગ 50 મરાઠી નાટકોમાં કામ કર્યું હતું.
આ પછી તેણે પહેલીવાર મરાઠી ફિલ્મ ’22 જૂન 1897’માં કામ કર્યું જેમાં તેણે ગંગાધર તિલકનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ તે બોલિવૂડ તરફ વળ્યાં અને પહેલીવાર તે ફિલ્મ ‘અર્ધ સત્ય’માં જોવા મળ્યા.

ખાસ વાત એ છે કે સદાશિવ અમરાપુરકર પોતાની પ્રથમ ફિલ્મથી જ ઓળખ બનાવવામાં સફળ થયા અને આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા.આ પછી સદાશિવ અમરાપુરકરે ફિલ્મ ‘સડક’માં કામ કર્યું જેમાં તેણે નપુંસકની ભૂમિકા ભજવી હતી. આ પાત્રમાં સદાશિવ અમરાપુરકરને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ પાત્ર માટે તેને ફરી એકવાર ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે, સદાશિવ અમરાપુરકર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના એક્ટર છે જેમણે પોતાના કરિયરમાં દરેક મોટા એક્ટર સાથે કામ કર્યું છે.

હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોય કે ‘હેમેન’ કહેવાતા ધર્મેન્દ્ર હોય. આ સિવાય અમરાપુરકરે સંજય દત્ત, આમિર ખાન, સલમાન ખાન, ગોવિંદા, અજય દેવગન જેવા ઘણા સુપર સ્ટાર્સ સાથે શાનદાર એક્ટિંગ કરી હતી.કહેવાય છે કે સુપરસ્ટાર ધર્મેન્દ્ર સદાશિવ અમરાપુરકરની એક્ટિંગના એટલા મોટા ફેન હતા કે તેઓ પોતાની દરેક ફિલ્મમાં માત્ર સદાશિવ અમરાપુરકરને જ વિલન તરીકે જોવા માંગતા હતા. આ કારણે સદાશિવે ધર્મેન્દ્રની લગભગ 11 ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી.

તમને જણાવી દઈએ કે, સદાશિવ અમરાપુરકરે ‘હમ સાથ સાથ હૈ’, ‘આંખે’, ‘કુલી નંબર વન’, ‘ઈશ્ક’, ‘જય હિંદ’, ‘ગુપ્ત ધ હિડન ટ્રુથ’, ‘માસ્ટર’, ‘પ્યાદા’ કરી છે. કરિયરમાં ‘ખતરોં’. ‘કે ખિલાડી’, ‘કાલચક્ર’, ‘ઈશ્વર’, ‘એલાન એ જંગ’, ‘ફરિશ્તે’, ‘વીરુ દાદા’ અને ‘બેગુનાહ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે છેલ્લે દિબાકર બેનર્જીની ફિલ્મ ‘બોમ્બે ટોકીઝ’માં જોવા મળ્યા. તેમનું જીવન મુખ્યત્વે ફિલ્મ જગતને સમર્પિત રહ્યું પરતું આખરે અંત સમયે સદાશિવ અમરાપુરકર ફેફસાના ચેપ સામે લડી રહ્યા હતા, જેના કારણે 3 નવેમ્બર 2014ના રોજ 64 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!