ગટ્ટુનાં પાત્ર થી લોકપ્રિય બનેલ આ અભિનેતા મૂળ ગુજરાતી છે, જાણો શું છે તેમનું સાચું નામ હાલ શું કરે છે….
ગુજરાતીઓનું પ્રભુત્વ દરેક ક્ષેત્રમાં મોખરે છે. આ વાત તો આપણે જાણીએ છે. ત્યારે આજે અમે આપને તેનું ઉત્તમ ઉદાહરણ જણાવીશું. રંગમંચ અને ફિલ્મ તેમજ ટીવી જગતના લોકપ્રિય કલાકાર દેવ ભોજાણીનાં જીવન વિશે જણાવીશું.આ કલાકાર નું સાચું નામ સાંભળીને તમને કદાચ તમે આ અભિનેતાને ઓળખી પણ ન શકો પરતું જ્યારે તમને કહેવામાં આવે કે અમે આજે વાત કરીશું બા બહુ ઓર બેટી સિરિયલનાં ગટ્ટુની તો તમે આ કલાકાર ને ઓળખી જશો.દેવન ભોજાણીનો જન્મ મુંબઈમાં થયેલો પરતું તેઓ ગુજરાતી છે અને તેઓ સિંધી છે.
તેમના નિખાલસ સ્વભાવ અને હાસ્યભાવ નાં લીધે ખૂબ જ લોકપ્રિય છે. તેમના જીવનની ટુંકમાં વાત કરીએ તો દેવેન ભોજાણી ભારતીય ટેલિવિઝનના કલાકાર અને દિગ્દર્શક છે. તેઓ રંગમંચ કલાકાર છે, ખાસ કરીને રંગમંચ માટે જાણીતા છે. તેઓએ ટેલિવિઝન ક્ષેત્રે પ્રથમ કદમ ૧૯૮૭માં માલગુડી ડેઝથી અભિનયક્ષેત્રમાં પગલું મૂક્યું હતું.. કલાજગતમાં તેમણે મુખ્ય ખ્યાતિ રમુજી પાત્રો અને સહ-કલાકાર તરીકે મેળવી છે. તેમણે સારાભાઇ વર્સિસ સારાભાઇ માટે ત્રણ દિગ્દર્શન પુરસ્કાર મેળવેલ છે – જેમાં ITA પુરસ્કાર, ધ ઇન્ડિયન ટેલી પુરસ્કાર અને અપ્સરા પુરસ્કારનો સમાવેશ થાય છે.
નાટકમાં કંઈ રીતે પ્રવેશ મેળવ્યો? કોલેજનાં કેમ્પસમાં મિત્ર સાથે વાતો કરતાં અચાનક જ મિત્રએ ઇન્ટર-કોલેજ કોમ્પિટિશનના ઓડિશનમાં મને ધક્કો માર્યો અને અંદર અસંખ્ય યુવાન કલાકારો હતા અને જેના દિગ્દર્શક જોશી સાહેબ હતા. પ્રથમ ઓડિશનમાં મે પાગલનો ભાગ ભજવ્યો અને રંગભૂમિની પ્રથમ શરૂઆત. સુપ્રસિદ્ધ લેખક દિગ્દર્શક રાજેશ જોશી સાથે કામ કરતાં મને હિન્દી ફિલ્મની ઓફર આવી અને મે રાજેશ ભાઈને જણાવ્યું ત્યારે રાજેશ ભાઈએ કહ્યું કે તું ફિલ્મ કરવા જા અને નાટકમાં મારા બદલે બીજાએ રિપ્લેસમેન્ટ કર્યું અને હું એ ફિલ્મ કરવા ગયો, આખુ જીવન બદલી નાખ્યું.
તેમના જીવનની પહેલી ફિલ્મ તેમણે 1992માં જો જીત વહી સીંકદર દ્વારા સહ અભિનેતા તરીકે કરી હતી અને આ ફિલ્મમાં અમીર ખાન હતા. આજે દેવન ભોજાણી 29 વર્ષના થઈ ગયા હોવા છતાં પણ એટલા જ હેન્ડસમ અને ક્યૂટ છે. દર્શકો એ તેમને કૉમેડીના પાત્રમાં જ વધુ પ્રિય લાગે છે. તેમણે અત્યાર સુધી અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું જેમાં મુખ્ય પાત્ર તરીકે વધુ પાત્ર નિભાવ્યા છે. ત્યારે આજે પણ તેઓ રંગમંચ અને ટીવી સિરિયલો સાથે અતૂટ રીતે જોડાયેલા છે. હાલમાં તેઓ ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે અને ચાહકવર્ગ સાથે જોડાવવા માટે સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ રહે છે.
હાલ જ તેવો એ હવે ગુજરાતી વેબ સીરીઝ “યમરાજ કોલિંક મા પણ લીડ રોલ નિભાવી ને દમદાર એકટીંગ કરી છે. આ વેબ સિરીઝ sahemero નામ ના પ્લેટફોર્મ પર રિલીઝ કરાઈ છે અને દર્શકો ને આ વેબ સિરીઝ ખુબ પસંદ આવી રહી છે.