જાણો કોણ છે?? સુરતના લવજીભાઈ બાદશાહ જેની હાલ ચર્ચા ચારે કોર છે ! મૂળ ભાવનગર….
સુરત શહેર દરેક વાતોમાં મોખરે રહે છે. આજે આપણે સુરતના એક એવા બિઝનેસ મેન ની વાત કરીશું જેમની હાલમાં ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે.જ્યારે સુરતના દાનવીરોની વાત આવે ત્યારે પહેલા નાં સુરતના લવજીભાઈ ડાલિયાનું આવે પરતું લવજીભાઈને ડાલિયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે. તેમના જીવનની કહાની આપણને સૌ કોઈ માટે એક ઉત્તમ સંદેશ છે. ચાલો જાણીએ કે કંઈ રીતે એક નાના એવા ગામમાં જન્મેલા લવજીભાઈ સુરતના બાદશાહ બન્યા.
ભાવનગર જિલ્લાના નાના એવા સેંજળીયા ગામમાં જન્મેલા લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિત સારી નહોતી અને આજ કારણે કમાવવા 12 વર્ષની ઉંમરે સુરત આવીને હીરા ઘસવાનું શરૂ કર્યું. ચાર વર્ષ હીરા ઘસ્યા બાદ નાનાપાયે હીરાનું કારખાનું શરૂ કર્યું. બાદમાં અવધ ગ્રુપના નામે પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ શરૂ કર્યો. મહેનત અને આત્મવિશ્વાસ સાથે લવજીભાઈએ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી.જેનું પરિણામ આજે આપણી સમક્ષ છે.
આ સિવાય તેઓ જ્યાર થી ધનવાન બન્યા છે ત્યાર પછી લવજીભાઈએ બિઝનેસની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં વતનનું ઋણ અદા કર્યું છે જેમાં દર વર્ષે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ માટે કરોડો રૂપિયાના બોન્ડ અસંખ્ય દીકરીઓ માટે ખર્ચે છે. લવજીભાઈ બાદશાહને ‘ભામાશા’ના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ આરોગ્ય, શિક્ષણ, સમાજસેવા, જળસંચય જેવા અનેક કાર્યક્રમો સાથે જોડાયેલા છે
તેમના આજે સંઘર્ષ ની વાત કરીએ તો વર્ષ 1984માં હીરાની મજૂરીથી કરેલી. પછી બે ઘંટી લઇને નાનું કારખાનું શરૂ કર્યું. 25 હજારની નુકશાની થઇ અને એક સંબંધીએ કહ્યું, કમિશન આપીશ-તમે કારખાનું સંભાળો. કારખાનું સંભાળી લીધું અને 1990માં 25 હજારનાં કર્જામાંથી મુક્ત થયા અને વર્ષ 1993-1994 સુધી નોકરી કરી. દરેક ધંધો અપનાવેલ એટલે. કાપડની દુકાન શરૂ કરી. વલસાડથી વાપી સુધી દરેક મીઠાઇની દુકાનમાં માવો સપ્લાય કરતા. ઘણું બધું કરી જોયું પણ બધામાં નિષ્ફળ ગયો. મિત્રોએ એક રસ્તો બતાવ્યો. એમણે કહ્યું કે મકાન બનાવીને વેચો તો નોકરી કરતાં વધારે સારું મળે…મેં નક્કી કરી લીધું કે હું પણ આવું કરું.
નોકરી છોડી દેવી એક સાહસ હતું-કારણ કે મારી પાસે મૂડી ન્હોતી. ત્યારે મિત્રોએ પૈસા આપ્યા અને મેં મકાન બનાવીને વેચવાનું શરૂ કર્યું. બસ પછી તો તેઓ આ કામમાં સફળ થયા. એક સમય એવો આવેલો કે, 25 હજારનું કરજ થયું હતું ત્યારે મારી પાસે ગજવામાં 1 રૂપિયો રહેતો અને 10 રૂપિયા ઉધાર લેતો. પછી 1990માં બધું કરજ ચૂકવી દીધું ત્યારે એવું શીખી ગયો કે-જ્યારે 100 રૂપિયા હોય તો 10 રૂપિયા લેવા. આજે આ જ વિચારતા સાથે એક બહેતર સમાજનું સર્જન કરી શકીશું. બાદશાહની જેમ દાન આપે છે એટલે લવજી બાદશાહ તરીકે ઓળખાય છે. મહત્વની વાત એ કે આજે તેમની પાસે અઢળક સંપત્તિ અને આલીશાન બંગલો તેમજ અનેક મિલકતો હોવા છતાં સાદગી ભર્યું જીવન જીવે છે.