“હુ અમર છુ નહી મરુ ” શિષ્ય એ ખરાઈ કરવા દાતરડુ ઝીકયું ! હકીકત જાણી પોલીસ પણ હચમચી ગઈ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો શ્રદ્ધાવાન છે માટે તે અલગ અલગ અનેક બાબતને લઈને આસાનીથી તેમાં પોતાની શ્રદ્ધા દાખવીદે છે જો વે માનવી શ્રદ્ધાવાન હોઈ તે સારું પરંતુ માનવી અંધશ્રદ્ધાવાન ન હોવો જોઈએ. આપણે અનેક એવા લોકો જોયા છે, કે જેઓ અંધશ્રદ્ધાના કારણે ઘણી વકત એવા કામો કરી બેસે છે જેના કારણે તે વ્યક્તિ પોતે તો મુસીબત માં મુકાઈ છે સાથો સાથ અન્યને પણ મુસીબતમાં મૂકે દે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શ્રદ્ધા હોવી દરેક વ્યક્તિની વ્યક્તિગત બાબત છે. પરંતુ વ્યક્તિ સશ્રદ્ધામાં એટલો તલ્લીન પણ ના થઇ જવો જોઈએ કે તેને સાચા ખોટા બાબત અંગે કોઈ ખાલજ જ ના રહે. મિત્રો આપણે અહીં એક એવા જ બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક એક શિષ્ય દ્વારા અંધશ્રદ્ધાના મોહમાં પોતાના જ અમર ગુરીની હત્યા કરવામાં આવી હતી. શું છે આ આખો બનાવ તે અંગે માહિતિ મેળવીએ.
મિત્રો અંધશ્રદ્ધાની આ ઘટના બોટાદ જિલ્લાની છે, અહીંના ગઢડા તાલુકામાં આવેલા ઢસાના ચોસલા ગામમાં એક હનુમાનજી નું મંદિર આવેલ છે. અહીં મંદિર આશ્રમ માં એક મહંત રહેતા હતા કે જેમનું નામ રામદાસજી ગુરુ મોહનદાસજી હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી ગુમ હતા જેના કારણે તેઓ ક્યાં ગયા છે તે બાબત અંગે તાપસ શરૂ થઇ જે બાદ આ મહંતનો મૃતદેહ તેમના આશ્રમના કુવા માંથી મળી આવ્યો જે બાદ લોકોમાં ચકચાર મચી ગયો.
આ બાબત અંગે પોલીસ ને જાણ કરવામાં આવી જે બાદ પોલીસને માલુમ પડ્યું કે આ મહંત ની હત્યા કરવામાં આવી છે. અને હથિયાર પણ ઘણું તીક્ષણ છે. જણાવી દઈએ કે પોલીસ દ્વારા આ હત્યા ના કેશ ની તાપસ શરૂ કરવામાં આવી જે બાદ પોલીસ આ ઘટનાના આરોપી અને આજ મહંત ના ઘણા વિશ્વાસુ એવા નીતિન કુરજી વણોદિયા ને આરોપી જાહેર કરવામાં આવ્યો અને તેની પૂછતાછ કરતા આરોપીએ પોતાના ગુનાહ ની કબૂલાત કરી.
જે બાદ પૂછતાછ માં નીતિને આ હત્યા ની બાબત શા માટે થઇ તે બાબત અંગે વિસ્તારથી માહિતિ જણાવી. બન્યું એવું કે આ મહંતે નીતિન ને જણાવ્યું હતું કે મેં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. અને હવે હું અમર થઇ ગયો છુ તું આ બાબત ને સાર્થક કરવા માટે મારા પર હુમલો કર. ગુરુની આજ્ઞા માનીને નીતિને તીક્ષ હથિયાર લઈને મહંત પર હુમલો કર્યો પરંતુ વાસ્તવમાં આ મહંત અમર ના હતા.
જેના કારણે તીક્ષ હથિયાર ના ઘા ના કારણે તેઓ લોહી લુહાણ થઇ ગયા અને મૃત્યુ પામ્યા આમ તેમના શિષ્ય ની અંધશ્રદ્ધા ના કારણે મહંતને પોતાનો જીવ ગુમાવવો પડ્યો જયારે નીતિને મહંત ને આવી હાલતમાં જોયા તો તે ઘબરાઈ ગયો અને તેણે મહંત ના મૃત દેહ અને તે તીક્ષ હથિયાર ને આશ્રમ ના કુવામાં જવા દીધા. જણાવી દઈએ કે હાલમાં પોલીસ દ્વારા આરોપી નીતિનને એક દિવસની પોલીસ કસ્ટડી સોંપવામાં આવી છે.