Gujarat

પ્રજાસત્તાક પર્વની ઉજવણી જતા શિક્ષિકા મહિલાનું કારનું ટાયર ફાટતાં ઘટના સ્થળે જ થયું દુઃખદ નિધન…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દરરોજ અનેક વ્યક્તિઓ પોતાનો જીવ રોડ અકસ્માતમાં ગુમાવે છે. ત્યારે હાલમાં જ એક શિક્ષિકા મહિલાએ રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ લોકો પ્રજા સત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આ દુઃખ ઘટના કંઈ રીતે બની તેના વિશે સંપૂર્ણ માહિતીઓ અમે આપને આપીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અરવલ્લી જિલ્લામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો જેમાં શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે શાળાએ જતાં હતા ત્યારે રસ્તામાં જ કારનો અકસ્માત થતા પોતાનો જીવ ગુમાવ્યો.

મૃતક મહિલા વિશે જાણવા મળ્યું છે કેતાલુકાના સરડોઈની હાઈસ્કૂલમાં રાગીણી પટેલ નામની મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કાર લઈને રાયગઢથી સરડોઈ જઈ રહ્યા હતા. આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે જતાં હતા. મોડાસાના ખંભીસર પાસે શિક્ષિકાના કારનું ટાયર ફાટ્યું હતું જેના પગલે કાર પલટી મારી ગઈ હતી અને શિક્ષિકા રાગીણી પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી હતી. પોલીસને કારમાંથી પરીક્ષા પેપર પણ મળી આવ્યા હતા. અને મહિલાની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલીને આપી છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. પરિવાર જનો અને શિક્ષકો તેમજ વિધાર્થીઓને આ ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં દુઃખ વાતાવરણ છવાઇ ગયુ હતું.ખરેખર આજના દિવસે જ શિક્ષકનું મુત્યુ થવાથી ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે.

આટલી નાની ઉંમરે અચાનક મુત્યુ થઈ જતા પરિવારજનો પણ શોકમાં મુકાઇ ગયા છે. હાલમાં તો પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ ચાલુ છે. પરિવાર જનોને ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેમજ મૃતકની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના કરીએ. ખરેખર વાહન ચલાવતી વખતે હંમેશા આપણી સલામતી અને સાવચેતી નું ધ્યાન રાખવું ખૂબ ન જરૂરી છે અને તમામ નીતિ નિયમ મુજબ જ વાહન ચલાવું જોઈએ. આપણું જીવન ખૂબ જ અમૂલ્ય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!